અયોધ્યા વિવાદ કેસમાં વકીલે કહ્યું- મંદિર હંમેશા મંદિર જ રહેશે, કોઈ પણ ઢાંચો ઊભો કરી દેવાથી જમીન પર હક ન મળી જાય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-21 12:55:31
  • Views : 475
  • Modified Date : 2019-08-21 12:55:31

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો બુધવારે નવમો દિવસ છે. 6 ઓગસ્ટથી સુપ્રીમ કોર્ટ દરરોજ આ કેસમાં સુનાવણી કરી રહી છે, જે પ્રમાણે સપ્તાહમાં પાંચ દિવસ આ કેસની સુનાવણી કરવામાં આવશે. મંગળવારે રામલલા વિરાજમાનના વકીલ વૈદ્યનાથને કોર્ટમાં પોતાનો પક્ષ રજુ કર્યો હતો અને ASIના રિપોર્ટ સહિત ઘણા પુરાવાઓ કોર્ટમાં રજુ કર્યા હતા. બુધવારે પણ તેઓ પોતાનો પક્ષ મુકી રહ્યા છે.અપડેટ્સરામલલ્લાના વકીલ વૈદ્યનાથને ચીફ જસ્ટિસની બેંચ સામે પોતાના તર્ક રજુ કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, રામલલ્લા સગીર છે, એવામાં સગીરની સંપત્તિને ન તો વેચી શકાય છે ન તો છીનવી શકાય છે.વકીલે કોર્ટ સામે પોતાની દલીલ રજુ કરતા કહ્યું કે, જો થોડી ક્ષણો માટે એવું માની પણ લઈ કે ત્યાં કોઈ મંદિર ન હતું, તેમ છતા લોકોનો વિશ્વાસ છે કે રામજન્મભૂમિ પર જ શ્રીરામનો જન્મ થયો હતો. એવામાં ત્યાં મૂર્તિ રાખવી તે સ્થળને પવિત્ર બનાવે છે.આયોધ્યા કેસની સુનાવણી શરૂ થતાની સાથે જ રામલલ્લાના વકીલ સીએ વૈદ્યનાથને કહ્યું કે, જો અમારી જમીન હોય અને કોઈ બીજા દ્વારા ગેરકાયદેસર કોઈ ઢાંચો ઊભો કરી દેવામાં આવે તો જમીન તેમની ન થઈ જાય, જો ત્યાં મંદિર હતું, લોકો પૂજા પણ કરી રહ્યા હતા તો તેમણે કંઈ સાબિત કરવાની જરૂર નથી. રામલલ્લાના વકીલે વધુમાં કહ્યું કે, એક મંદિર હંમેશા મંદિર હોય છે, સંપત્તિને તમે ટ્રાન્સફર ન કરી શકો. મૂર્તિ કોઈની સંપત્તિ નથી, મૂર્તિ દેવતા છે.

Download Our B K News Today App



Related News