અયોધ્યા રામમંદિર ભૂમિપૂજનને લઇ જિલ્લો રામમય બન્યો
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-08-06 11:22:11
- Views : 416
- Modified Date : 2020-08-06 11:22:11
અયોધ્યા રામમંદિર નિર્માણ દરમિયાન બુધવારે યોજાયેલા ભૂમિપુજન કાર્યક્રમને લઇ સમગ્ર જીલ્લો રામમય બન્યો હતો. જીલ્લામાં પાલનપુર, ડીસા, ધાનેરા, વાવ, થરાદ, સુઇગામ, દાંતીવાડા, વડગામ, દાંતા, અમીરગઢ, ભાભર, દિયોદર, લાખણી અને કાંકરેજ તાલુકામાં ઠેર ઠેર રામભક્તો દ્વારા ભગવાન રામની પુજા-અર્ચના, જાહેર માર્ગો પર રંગાળી, ફટાકડા દ્વારા આતાસબાજી સહીત રાત્રે ઠેર ઠેર દિપ પ્રાગટ્ય કરી ભૂમિપુજન પ્રસંગની ઉજવણી કરાતા જીલ્લામાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.બુધવારે અયોધ્યામાં નિર્માણ પામનાર રામમંદિરના ભૂમિપુજનને લઇ સમગ્ર જીલ્લામાં ઉજવણી કરાઇ હતી. જેમાં પાલનપુરમાં આવેલા મોટા રામજી મંદિર ખાતે ભગવાન રામની પુજા-અર્ચના, આરતી સહીત ફટાકડા ફોડી ઉજવણી કરાઇ હતી. દર્શનાર્થે ઉમટેલા રામભક્તોના જયશ્રી રામના નાદે મંદિર પરીસર ગુંજી ઉઠ્યું હતું. ત્યારે શહેરના ટેલીફોન એક્ચેન્જ વિસ્તારમાં જય ગોગા મિત્ર મંડળ દ્વારા વિસ્તારમાં આવેલા અંબાજી મંદિર ખાતે 551 દિવડાઓથી શણગાર કરાતા મંદિર ઝળકી ઉઠ્યું હતું.જે બાદ આતશબાજી કરાઇ હતી. જ્યારે વાવમાં આવેલા કપિલેશ્વર મહાદેવના મંદિર ખાતે રામભક્તોએ શિવલીંગ પર ફુલની પાંખડીઓથી જયશ્રી રામ લખી પુજા અર્ચના કરી હતી. થરાદના જેતડા ગામમાં રામચંદ્ર ભગવાનને મંદિરને ગામલોકો દ્વારા રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને હવન, રામધૂન, આરતી, પ્રસાદ, 500 ઘી ના દિવા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગામ લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. જ્યારે દાંતીવાડા તાલુકાના ગામડાઓમાં કેસરી ધજાઓ લહેરાવી ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને ભારતીય જનતપાર્ટીના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મીઠાઇઓ વહેંચી એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ તથા અન્ય કાર્યકરોએ ‘જય શ્રીરામ’ ના નારા અને ભગવા ઝંડા સાથે કુચ કરી હતી. ત્યારબાદ હાઇવે સર્કલ પર ભવ્ય આતશબાજી કરી અને નગરજનોમાં ગોળ-ધાણા વહેંચી મોં મીઠા કરાવી મંદિરના ખાતમુહૂર્તના એકબીજાને વધામણા આપ્યા હતા.જ્યારે કાંકરેજના થરામાં વિશ્વ હિન્દુ પરીષદ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા થરા ખાતે આવેલા શ્રીકૃષ્ણ ગૌશાળામાં ગૌશાળાની ગાયો ઉપર પુષ્પવર્ષા કરી ભગવાન રામની મૂર્તિને વાજતે-ગાજતે થરા બજારમાં શ્રીરામના જયઘોષ અને ફટાકડાની આતશબાજી સાથે પ્રદક્ષિણા કરી હાઇવે સ્થિત આવેલા બહુચર માતાજી મંદિર ખાતે આરતી અને હનુમાન ચાલીસાના પાઠ કરી ચાલી રહેલી કોરોનાની મહામારીમાં સરકારની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરી ભવ્યાતિભવ્ય હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. તો પાંથાવાડામાં હનુમાન મંદિરમાં અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજનની ઉજવણી નિમિત્તે રામભક્તોએ શ્રીરામની ધૂન કરી અને જયશ્રી રામના નાદ સાથે દિપ પ્રજ્જવલીત કરી, પેંડા વહેંચી, ફટાકડા ફોડી રામજી મંદિર સુધી જય શ્રીરામના નાદ સાથે રેલી નિકાળી સમગ્ર વાતાવરણને શ્રીરામમય બનાવ્યું હતું. તેમજ અમીરગઢમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી રામમંદિર ભૂમિપુજન પ્રસંગની ઉજવણી કરી હતી. સહીત વડગામ તાલુકાના મગરવાડામાં રામજી મંદિરના શિલાન્યાસને લઇ રામજીના વધામણાંનો કાર્યક્રમ વડગામ રાષ્ટ્રીય યુવક બોર્ડ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં થોડા દિવસ અગાઉ ભાજપના વિવિધ હોદેદારોની વરણી કરવામાં આવી હતી. તેમના સન્માન સમારોહનું આયોજન પણ રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુપ્રસિધ્ધ યાત્રાધામ મણિભદ્ર વિર મહારાજના મંદિરે યોજાયો હતો. આ ઉપરાંત દાંતા, દિયોદર, સુઇગામ અને લાખણીમાં પણ રામભક્તો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી રામમંદિર ભૂમિપુજન પ્રસંગની ઉજવણી કરી હતી. આમ જીલ્લામાં ઠેર ઠેર ભગવાન શ્રીરામના કાર્યક્રમો યોજાતા જીલ્લો રામ મય બન્યો હતો.અયોધ્યામાં શ્રીરામ મંદિર ભૂમિપૂજનને લઇ યાત્રાધામ અંબાજી ખાતે વૈશ્વિક મંગલ યજ્ઞનું આયોજન મંદિરનાં વહીવટદાર અને ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે મંદિરની યજ્ઞ શાળામાં દેવીરાજોપચાર પૂજા કરવામાં આવી હતી. બ્રાહ્મણો દ્વારા હનુમાન ચાલીસાનાં પાઠ પણ કરવામાં આવ્યા હતા. જોકે આ કાર્યક્રમ વૈશ્વિક મંગલ કાર્ય સહીત રામ મંદિરની શિલાન્યાસ નિર્વિગ્ને પૂર્ણ થાયને ફરી રામ રાજ્ય સ્થાપિત થાય તેવાં હેતુસર હોમ યજ્ઞ કરવામાં આવ્યાં હોવાનું ડેપ્યુટી કલેકટર અને વહીવટદાર મંદિર ટ્રસ્ટના એસ.જે.ચાવડાએ જણાવ્યું હતું .ડીસા ખાતે જાહેર માર્ગ પર રંગોળી કરાઇ હતી. તો ધારાસભ્ય સહીત ઉમટેલા રામભક્તો દ્વારા મહાઆરતી કરી દિનની ઉજવણી કરાઇ હતી. ધાનેરામાં તમામ મંદિરોમાં રામમંદિરના મુહૂર્તના સમયે રામધુન કરવામાં આવી હતી. તેમજ શંખનાદ કરવામાં આવ્યો હતો.ત્યારે ધાર્મિક સંસ્થાના લોકો તેમજ હિન્દુ સમાજના લોકોએ ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કાર્યો હતો.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 22
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 19
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 45
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 28
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 175
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 159
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 110
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 102
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 100
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 105
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 77
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 85
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 84
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 105
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 74
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 68
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 66
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 111
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 89
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 141
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 76
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 64
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 84
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 90
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 116
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 75
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 75
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 69
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 74
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 81
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 70
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 79
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 66
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 76
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 74
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 75
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 55
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 77
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 60
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 61



