પાલનપુર નગરપાલિકામાં પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તનો રકાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-06 13:45:45
  • Views : 363
  • Modified Date : 2020-03-06 13:45:45

પાલનપુર નગરપાલિકામાં પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તનો રકાસ

પાલનપુર નગરપાલિકાના ભાજપના પ્રમુખ સામે કોંગ્રેસના ૧૭ સભ્યોએ સપ્તાહ અગાઉ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. જેને લઇ ગુરૂવારે 

પાલિકાના સભાખંડમાં ખાસ સભા યોજવામાં આવી હતી. જોકે, જરૂરી બે તૃતિયાંશ સંખ્યાબળ ન થતાં અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થયો હતો.પાલનપુર નગરપાલિકામાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ૧૭ સદસ્યોએ ગત શુક્રવારે ભાજપના નગરપાલિકા પ્રમુખ અશોક ઠાકોર સામે પાલનપુર નગરપાલિકાનો વહિવટ ખાડે ગયેલ છે. નગરપાલિકામાં રાજીવ આવાસ યોજના અને શૌચાલયમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલ છે. પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં એક તરફી કાર્યસુચિ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર બિન બંધારણીય રીતે લખી લેવામાં આવે છે. અને મનસ્વી રીતે સામાન્ય સભા આટોપી લેવામાં આવે છે. તેવા કારણો આગળ ધરીને ચીફ ઓફિસર સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. જેના પગલે ગુરૂવારે ખાસ સભા યોજવામાં આવી હતી. ઉપપ્રમુખ હેતલબેન રાવલ, ચીફ ઓફિસર એસ. એન. પટેલ, દશરથસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં વંદે માતરમના ગાનથી સભાની શરૂઆત કરવામાં આવી હતી. જે બાદ અવિશ્વાસની તરફેણમાં મત આપવાનું કહેવામાં આવતાં કોંગ્રેસના હાજર રહેલા ૧૬ સદસ્યોએ આંગળી ઉંચી કરી હતી. આથી તેઓ બહુમતી પુરવાર ન કરી શકતા ચીફ ઓફિસરે અવિશ્વાસની દરખાસ્ત ખારીજ જાહેર કરી હતી.

 

Download Our B K News Today App



Related News