કોવેક્સિન લેનારા 60 વર્ષથી વધુની ઉંમરના લોકોનું હવે ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ કરાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-30 11:18:03
  • Views : 378
  • Modified Date : 2020-11-30 11:18:03

    સોલા-સિવિલ હોસ્પિટલમાં ભારતીય બનાવટની કોવેક્સિનની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. 3 દિવસથી શરૂ કરેલા ટ્રાયલ દરમિયાન 20થી વધુ લોકોએ રસી લીધી છે. આ તમામ પાસે 10 પાનાંનું ફોર્મ ફરજિયાત ભરાવવામાં આવે છે. આ ફોર્મમાં 60 વર્ષથી વધુની ઉંમરના ઉપરાંત ડાયાબિટીસ, હ્દય રોગ, કિડની અને બ્લડપ્રેસરની બીમારીથી પીડાતાં વોલન્ટિયર્સ પાસેથી તેમના ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ માટે લેખિતમાં સંમતિ લેવામાં આવે છે અને તે પછી તેમનુું રેકોર્ડિંગ કરવામાં આવે છે.  ટ્રાયલ વેક્સિન લેવા માટે 1 કલાકની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. વેક્સિન આપતા પહેલાં નિષ્ણાત તબીબો દ્વારા વોલન્ટિયર્સની તપાસ કરવામાં આવે છે. જે વોલન્ટિયર્સે રસી લીધી હોય તેમણે સતત 12 મહિના સુધી હોસ્પિટલ કહે તે તારીખ અને સમયે દર મહિને હાજર થવાનું રહેશે અને તેમના આરટીપીસીઆર ટેસ્ટ પણ કરાવાશે. વેક્સિન માટે જે ફોર્મ ભરવામાં આવ્યાં છે તે દરેક વોલન્ટિયર્સને વેક્સિન કમિટીના ડોક્ટરો દ્વારા વાંચીને સમજાવવામાં આવે છે. આ પછી જ તેમની પાસેથી જરૂરી સંમતિ લેવામાં આવે છે. જોકે ટ્રાયલ વેક્સિનની સમગ્ર પ્રક્રિયા અને વોલન્ટિયર્સના નામ ગુપ્ત રાખવામાં આવે છે.

Download Our B K News Today App



Related News