સુઇગામમાં રાત્રે સુઈ રહેલી સગીરાની છેડતીનો પ્રયાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-28 13:51:50
  • Views : 698
  • Modified Date : 2020-07-28 13:51:50

  સરહદી સુઇગામ તાલુકાના છેવાડાના એક ગામની સગીરા ઘરની ઓસરીમાં રવિવારે રાત્રીના સમયે સૂતી હતી તે સમયે ગામનો જ એક યુવકે છેડતીનો પ્રયાસ કરાતા ચકચાર મચી ગઈ છે. આ અંગે સુઇગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુઇગામ તાલુકાના એક ગામમાં ઘરની ઓસરીમાં ખાટલામાં સુતેલી એક સગીરાની સાથે ગામનો જ અમૃત માલાભાઈ રબારી અંધારું હોઇ સગીરા સાથે સુઈ જઈ છેડતીનો પ્રયત્ન કર્યો હતો.આ દરમિયાન ઘરના અન્ય સભ્યો જાગી જઇ લાઈટ ચાલુ કરતાં આરોપી દીવાલ કુદી નાસી ગયો હતો. જે અંગે સગીરાના કુટુંબીએ સુઇગામ પોલીસ સ્ટેશને ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ સુઇગામ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. રઘુદાન ચલાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News