ડીસાના જોહરાપુરા ગામે શેઢા કેમ ખેડી નાખો છો કહી હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-13 17:48:58
  • Views : 437
  • Modified Date : 2020-08-13 17:48:58

    ડીસા તાલુકાના જોહરાપુરા ગામે તમે અમારા ખેતરના શેઢા કેમ ખેડી નાખો છે’ તેમ કહી ચાર વ્યક્તિઓ પર હુમલો કરી નાનીમોટી ઇજાઓ પહોંચાડતા ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોધાઇ છે. જોહરાપુરા ગામના અનોપજી કરશનજી ઠાકોર સોમવારે બપોરે એકાદ વાગ્યે પોતાના ખેતરમાં બેઠા હતાંજે દરમિયાન ગામના જ સુરસંગજી બાબુજી ઠાકોર સહિત ત્રણ વ્યક્તિઓએ હાથમાં ધારીયું તેમજ લાકડી સાથે આવી કહેવા લાગેલ કે "તમો કેમ અમારા ખેતરના શેઢા ખેડી નાખો છો’ તેમ કહી ધારીયું તેમજ લાકડી વડે હુમલો કરી ગડદાપાટુનો મારમારી ઇજાઓ પહોંચાડી હતી. ચાર પૈકી ચમનજી ઠાકોર અને પ્રકાશજી ઠાકોરને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ડીસા બાદ વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે અનોપજી કરશનજી ઠાકોરે ડીસા તાલુકા પોલીસ મથકે સુરસંગજી બાબુજી ઠાકોર, વિરચંદજી બાબુજી ઠાકોર અને બાબુજી મનજીજી ઠાકોર સામે ફરિયાદ નોધાવી છે..

Download Our B K News Today App



Related News