ડીસાના કોઠા ગામે ખેતર ખેડવા મુદ્દે દંપતી પર હુમલો, ત્રણ સામે ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-04 11:35:32
  • Views : 550
  • Modified Date : 2020-08-04 11:35:32

    ડીસા તાલુકાના કોઠા ગામના ખેતર ખેડવા મુદ્દે દંપતી પર હુમલો કરતાં ત્રણ સામે ફરિયાદ નોંધાઈ હતી. કોઠા ગામના અમરસિંગ પૃથ્વીરાજસીગ વાઘેલા શનિવારે રાત્રે આઠેક વાગ્યાના સુમારે ઘરે બેઠા હતા.જે દરમ્યાન તેમના મોટાભાઈ રામસિંગ પૃથ્વીરાજસીગ વાઘેલા તેઓના ઘરે આવ્યા હતા.જેથી અમરસિંહ વાઘેલા કહેલ કે "તમે મારૂ ખેતર મને પૂછ્યા વગર કેમ ખેડાવી નાખ્યું છે, જેથી રામસિંગ વાઘેલાએ તારા ખેતરમાં કાંઇ નથી તેમ કહી ગાળો બોલી ત્યાંથી રવાના થઈ ગયા હતા. જો કે થોડા સમય બાદ રામસિંહ વાઘેલા તેમના પત્ની મેતુબા તેમજ તેમજ કૌટુંબિક ભાઇ કેળસિંહ વાઘેલાએ અમરસિંહ વાઘેલાના ઘરે દોડી આવી લાકડી, પાઈપ તેમજ કુહાડી વડે હુમલો કર્યો હતો.જેથી અમરસિંહ વાઘેલાને માથાના ભાગે તેમજ પગમાં ફેકચર થયું હતું જયારે તેમના પત્ની મહિલાબા વાઘેલાને પણ પગના ભાગે કુહાડી મારતાં લોહીલુહાણ થયા હતાં. ગંભીર રીતે ઘવાયેલા પતિ પત્ની ને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.આ અંગે મહિલાબા અમરસીગ વાઘેલાએ ડીસા તાલુકા પોલીસ મથકે જેઠ રામસીગ પૃથ્વીરાજસીગ વાઘેલા, જેઠાણી મેતુબા રામસીગ વાઘેલા અને કૌટુંબિક દિયર કેળસીગ ભાખરસીગ વાઘેલા (ત્રણેય રહે, કોઠા, ) સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ પીએસઆઇ બી.એસ.જાડેજા ચલાવી રહ્યા છે. 

Download Our B K News Today App



Related News