ભદ્રેવાડી ગામે ઘરમાં જુગાર નહીં રમવા દેતાં ચાર શખ્સોનો હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-05 11:55:30
  • Views : 436
  • Modified Date : 2020-08-05 11:55:30

   કાંકરેજના ભદ્રેવાડી ગામે રહેતા સામતાભાઇ પુજાભાઇ દેવીપૂજકના ઘરે સોમવારે ચાર શખ્સોએ આવી ઘરમાં જુગાર રમવાનું કહ્યું તો સામતાભાઇએ ઘરમાં જુગાર રમવાની ના કહી હતી. જેથી ઉશ્કેરાઇ ગયેલા ચાર શખ્સોએ જુગાર રમવા દેવાની કેમ ના પાડો છે તેમ કહી ધારીયા-લોખંડની પાઇપો સાથે આવી સામતાભાઇ સહિત તેમના સંબંધીઓને મારી નાખવાની ધમકીઓ આપતા સામતાભાઇએ જયાજી જાલેરા, સુખાજી અરજણજી જાલેરા, કિતાજી પ્રભાતજી જાલેરા અને પ્રકાશજી પ્રભાતજી જાલેરા સામે ફરિયાદ નોધાવી છે.

Download Our B K News Today App



Related News