યાત્રાધામ ઢીમા માર્કેટયાર્ડમાં બનાસ બેંકનું એટીએમ મશીન મુકવામાં આવે તેવી વેપારીઓની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-19 11:33:46
  • Views : 598
  • Modified Date : 2019-05-19 11:33:46

દસ હજારની જનસંખ્યા ધરાવતાં પવિત્ર યાત્રાધામ ઢીમામાં દર પૂનમે પાંચ દિવસીય ભવ્ય લોકમેળો ભરાય છે. તો વળી એસબીઆઈની શાખા વર્ષોથી કાર્યરત હોવાં છતાં પણ આજદીન સુધી એટીએમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. ત્યારે યાત્રાળુઓ અને ગ્રામજનોની માંગ ઉઠી છે કે યાત્રાધામ ઢીમામાં શ્રી ધરણીધર કૃષિ બજાર પ્રા.લી. (ઢીમા) માર્કેટયાર્ડ નજીક બહારની દુકાનોમાં એટીએમની સુવિધા કરવામાં આવે તો વાવ તાલુકાનાં ૨૫ જેટલાં નાના મોટા ગામડાઓને સારી સેવાનો લાભ મળે.
યાત્રાધામ ઢીમામાં વર્ષોથી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક કાર્યરત છે. બીજી શાખા યાત્રાધામ ઢીમાના માર્કેટયાર્ડમાં છે. પવિત્ર યાત્રાધામ ઢીમામાં એસબીઆઈના અધિકારીને અનેક વખત ગામના જાગૃત નાગરિકો દ્વારા એટીએમની સુવિધા મળે તે માટેની માંગ  કરવામાં આવી રહી છે  છતાં આજદીન સુધી અહીંયા એટીએમની સુવિધા મળી નથી.  બનાસ બેંકના ઉચ્ચ અધિકારીઓ અને પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી દ્વારા યાત્રાધામ ઢીમા માર્કેટયાર્ડમાં બનાસ બેંકનું એટીએમ મશીન મુકવામાં આવશે, તો યાત્રાધામ ઢીમા માર્કેટયાર્ડનો વિકાસ પણ વેગવંતો બનશે.  વાવ તાલુકાના ઢીમા, ટડાવ, સપ્રેડા, ઢેરીયાણા, ફાંગડી, ચોટીલ, કોળાવા, ચુવા, આછુવા, ગંભીરપુરા, ઉચપા, પ્રતાપપુરા, તખતપુરા, ભાખરી, પાનેસડા, થરાદના ઈઢાટા સહિતના અનેક ગામડાઓના ગ્રાહકોને સુવિધાઓનો લાભ મળે અને ગ્રાહકોને ૫૦ કિમીનું અંતર કાપીને થરાદ જવું ના પડે જેથી સમય અને પૈસાનો પણ બચાવ થશે.આમ  સત્વરે એટીએમ મશીન મુકવાની માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News