અટલ બિહારી વાજપેયીની પહેલી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અપાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-16 14:24:58
  • Views : 444
  • Modified Date : 2019-08-16 14:24:58

સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પહેલી પુણ્યતિથિ નિમિત્તે આજે સવારે સદૈવ અટલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય મહાનુભાવો ઉમટ્યા હતા અને અટલજીને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી.

પાટનગરમાં એક અટલ સ્મારક બનાવવામાં આવ્યું છે જેને સદૈવ અટલ તરીકે ઓળખાવાય છે અહીં કાળા ગ્રેનાઇટ પર પવન ન લાગે એ રીતે થોડી ઊંચાઇએ એક દીપ પ્રગટાવવામાં આવ્યો હતો.

1996માં ઉદારમતવાદી વાજપેયી પહેલી વાર વડાપ્રધાન બન્યા હતા. પરંતુ બહુમતી ન હોવાથી માત્ર 13 દિવસમાં તેમની સરકારનું પતન થયું હતું. ત્યારબાદ ફરી એકવાર 1998માં વાજપેયી વડાપ્રધાન બન્યા. આ વખતે તેમની સરકાર 13 મહિના ચાલી. 1999માં તેઓ ત્રીજીવાર વડાપ્રધાન બન્યા ત્યારે પાંચ વર્ષ શાસન કર્યું હતું. કવિ હૃદયના વાજપેયી અન્ય ભાજપી નેતાઓની તુલનાએ ઉદારમતવાદી ગણાતા હતા.

છેક 1957થી વાજપેયી રાજકારણમાં હતા અને સંસદમાં પહેલીવાર એમણે  ભાષણ કર્યું ત્યારે પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ એવા પ્રભાવિત થયા હતા કે તેમણે એક વિદેશી મહેમાનને વાજપેયીનો પરિચય આપતાં કહ્યું હતું કે તમે જો જો. આ યુવાન એક દિવસ વડાપ્રધાન બનશે.

Download Our B K News Today App



Related News