જે બેન્કમાં ખાતું જ નહોતું તે ખાતામાં સહાયના રૂપિયા જમા થયા, લાખો લોકોને આવા મેસેજ મળ્યા પણ રૂપિયા મળ્યાં નહીં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-23 13:35:58
  • Views : 379
  • Modified Date : 2020-08-23 13:35:58

      ગુજરાત સરકારે મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ સહાય યોજના હેઠળ રાજ્યના 68 લાખ ગરીબોના બેન્ક ખાતામાં કાર્ડદીઠ 1 હજાર રૂપિયા એમ કુલ 652 કરોડ રૂપિયાની સહાય જમા કરી હતી. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા (NFSA) હેઠળના નોંધાયેલા ખાતેદારોને આ સહાય જાહેર થઈ હતી. ભાસ્કરના ઇન્વેસ્ટીગેશનમાં ઘટસ્ફોટ થયો છે કે અંદાજે 1 લાખથી વધુ લોકોને મોબાઇલ ફોનમાં પૈસા જમા થયાનો મેસેજ તો મળ્યો છે પણ તેમના ખાતામાં પૈસા જમા થયા નથી.અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના રાષ્ટ્રીય સહસચિવ જયંતીભાઈ કથિરીયાએ જણાવ્યું કે, NFSA કાર્ડ ધારકોને મળેલી સહાયમાં થયેલી બેદરકારીનો વિષય ગંભીર છે. કુલ NFSA કાર્ડ ધારકોમાં 20 ટકાથી વધુ કાર્ડધારકોને મેસેજ મળ્યા છે પણ તેમના ખાતામાં નાણા જમા થયા નથી. સરકારનો દાવો છે કે, એપ્રિલ મહિના દરમિયાન તબક્કાવાર રાજ્યના 68.80 લાખ NFSA કાર્ડ ધારક પરિવારોના બેન્ક ખાતામાં આશરે 652 કરોડ રૂપિયા સીધા જમા કરાવી દીધા છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય મફત અનાજની દુકાનોમાંથી અનાજના મફત ખુદ રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે ત્રણ લાખથી વધુ NFSA કાર્ડ ધારકોના ખાતામાં રૂપિયા જમા થયા નથી. દિવ્ય ભાસ્કરે અમદાવાદના જુદાજુદા વિસ્તારોમાં રહેતા NFSA કાર્ડ ધારકોની યાદી મેળવી રૂબરૂ મુલાકાત લીધી હતી જેમાં આ તથ્યો સામે આવ્યા હતા. જેમાં ખાસ કરીને લોકોના મોબાઈલ પર એક હજાર રૂપિયા બેંક ખાતામાં જમા થયાનો મેસેજ આવ્યો હતો, પણ આ રૂપિયા અન્ય કોઈ બેંક ખાતામાં જમા થયા હોવાની વ્યાપક ફરિયાદો મળી હતી. આ બેંકોમાં દેના બેંક, પંજાબ નેશનલ બેંક, ઈન્ડિયન બેંક સહિતની નામાંકિત રાષ્ટ્રીયકૃત બેંકોના ખાતા સામે આવ્યા હતાં.વિતરણની સાથેસાથે આર્થિક મદદ જાહેર કરાઈ હતી. પણ હકીકતમાં આ નાણાં લાભાર્થીઓના બેન્ક ખાતામાં આવવાના બદલે ખોટા બેન્ક ખાતામાં જમા થઈ ગયા છે.

Download Our B K News Today App



Related News