ન્યૂડ ફોટો માંગ્યા, પાર્ટીમાં બોલાવતા અને પછી....: એક્ટરના ખુલાસાથી TV સિરિયલ જગતમાં ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-12 14:15:04
  • Views : 251
  • Modified Date : 2022-04-12 14:15:04

અભિનેતા અંકિત સિવાચે એક સમયે મૉડલ તરીકે કર્યુ હતુ કામ

અંકિતની મોડલિંગ કારકિર્દી તેનાથી 12 વર્ષ પહેલા શરૂ થઇ હતી

અંકિત પાસેથી ન્યુડ તસ્વીરો માંગવામાં આવી હતી અને ચોંકી ગયો હતો

 

અંકિત પાસેથી માંગવામાં આવી હતી ન્યૂડ તસ્વીરો 

મેરઠના અંકિતે કારકિર્દીના પોતાના પ્રારંભિક અનુભવોને યાદ કરીને જણાવ્યું કે તેના ખરાબ અનુભવોનેપગલે તેણે એક્ટિંગ, મૉડલિંગ બંનેને છોડવાનુ મન બનાવ્યું હતું. જો કે, સિવાચે વર્ષ 2017માં તેનુ ટીવી ડેબ્યુ કર્યુ હતુ. પરંતુ તેની મોડલિંગ કારકિર્દી તેનાથી 12 વર્ષ પહેલા શરૂ થઇ હતી. અંકિતે કહ્યું કે તે આશ્ચર્યમાં પડી જતો હતો જ્યારે તેને એવી પાર્ટીઓમાં બોલાવવામાં આવતો હતો. જેનો તેના કામ સાથે કોઈ લેવા-દેવા ન હતુ. અંકિતે કહ્યું કે તેમને લાગતુ હતુ કે દરેક વ્યક્તિ સારો માણસ હોય છે અને આ જ કારણ હતુ કે તેઓ ઘણી વખત લોકોની નેગેટીવ ચીજવસ્તુઓને પણ નજર અંદાજ કરી દેતો હતો. અંકિતે એવો કિસ્સો યાદ કર્યો જ્યારે તેની પાસેથી ન્યૂડ તસ્વીરો માંગવામાં આવી હતી અને તે ચોંકી ગયો હતો.

 

આવો રહ્યો છે ઈન્ડસ્ટ્રીનો અનુભવ

અભિનેતાએ જણાવ્યું, એવી પણ ઘણી ઘટના ઘટી જ્યારે મારી પાસેથી મારી કપડા વગરની તસ્વીરો મોકલવાનુ કહેવામાં આવ્યું. મને એવી પાર્ટીઓમાં બોલાવવામાં આવતો હતો જેને કામ સાથે કોઈ લેવાદેવા ન હતુ. મેરઠથી દિલ્હી પહોંચીને સંઘર્ષ કરી રહેલા અંકિતે જણાવ્યું કે તેમની સાથે જે કઈ દિલ્હીમાં થયુ તેનાથી તેઓ વધુ લડાઈઓ માટે તૈયાર થયા. અંકિતે કહ્યું,  જ્યારે તમે એવા લોકોને જુઓ છો, જે લગભગ ગીધની જેમ તૈયાર થઈને ઉભા છે, તે તમને ખાઈ જવા માંગે છે ત્યારે તમે તૂટી જાઓ છો. તમે બસ બધુ છોડીને પાછા જવા માંગો છો.  

 

 

Download Our B K News Today App



Related News