આશા પારેખનો જન્મ ગુજરાતમાં નથી અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ ગુજરાતી ફિલ્મોના કારણે નથી !

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-06 14:25:09
  • Views : 279
  • Modified Date : 2022-10-06 14:25:09

 

    દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે ગત સપ્તાહે એક  ગુજરાતી  મહિલા અભિનેત્રી આશા પારેખની પસંદગી થઇ, એ વાત આપણા સૌ ગુજરાતીઓ માટે આનંદ અને ગૌરવની છે. તેમણે સુપરહીટ 'અખંડ સૌભાગ્યવતી' સાથે ત્રણ ગુજરાતી ફિલ્મ કરી હોવાનું પણ એક ગુજરાતી તરીકે ગૌરવ થાય છે. આશા પારેખનું આ અગાઉ પણ (૧૯૯૨માંપદ્મશ્રી સહિત) અનેક એવોર્ડથી સન્માન થયું છે, પણ આ દાદાસાહેબ ફાળકે એવોર્ડ એ સર્વોચ્ચ ફિલ્મ સન્માન છે, ત્યારે એક ગુજરાતી તરીકે એવી પણ અપેક્ષા રાખી શકાય કે તેમનું સન્માન  ભરતરત્ન  તરીકે પણ થવું જાેઈએ! આશા પારેખ ગુજરાતી હોવાનું ગૌરવ લેતા સૌએ એ વાતની પણ કડક નોંધ લેવાની જરૃર છે કે, તેમનો જન્મ ગુજરાતમાં નહીં પણ મુંબઈમાં થયો છે! અને તેઓને મળેલ દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ તેમની ગણતરીની ગુજરાતી ફિલ્મોના અભિનય અને સેવાઓ માટે નહીં, પણ હિન્દી ફિલ્મોના અભિનયની સફળ સેવા માટે પસંદગી પામ્યાનું યાદ રાખવાનું છે! તેઓ હજી કુંવારા છે, (ના કોઈ ઉમંગ હે, ના કોઈ તરંગ હે...) તે રીતે તેમને કોઈ ગુજરાતી ઉદ્યોગપતિ કે ગુજરાતી ફિલ્મકાર લગ્ન માટે સહમત કરી શક્યા નહીં, અને આશા પારેખ, નિર્દેશક નાસિર હુસેન સાથે જ લગ્ન કરશે તેવી વાતો દરેક ગુજરાતી પરિવારમાં પેઢીઓથી ચાલતી આવે છે. જે નાસિર હુસેનએ તેમને હિન્દી ફિલ્મ માટે પ્રથમ પસંદ કર્યા, અને પ્રથમ સફળ હિન્દી ફિલ્મ 'દિલ દે કે દેખો' પણ આપી! આશા પારેખ એ (૧૯૬૦-૭૦ના) વફાદાર સમયના અભિનેત્રી હતા, કે જેમણે નાસિર હુસેન પરણિત હોવાની મર્યાદા રાખી, પણ આજે કરીના કપૂર એ સૈફ અલી ખાનના અમૃતા સિંહ સાથેના લગ્ન છતાં પોતાના બાળકોને પિતાનું નામ સૈફ આપ્યું છે. આશા પારેખ એ કદાચ માત્ર નાસિર હુસેનને ગુરુ માન્ય હશે, એ પરંપરા આજે પણ બૉલીવુડમાં ચાલે છે, અને શ્રદ્ધા કપૂર પણ આજે બે વખત પરણિત ફરહાન અખ્તરને ગુરુ માનતી હોવાનું જ દેખાય છે! (મેરી ઝીંદગી હે ક્યા, એક કટી પતંગ હે...)પણ આજે તો વધુ વાતો આશા પારેખ અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ સન્માનની કરવી છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ સિનેમા ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર છે. તે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સ્થાપિત સંસ્થા, ફિલ્મ ફેસ્ટિવલ નિર્દેશાલય દ્વારા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભમાં દર વર્ષે આપવામાં આવે છે. પ્રાપ્તકર્તાને તેમના  ભારતીય સિનેમાના વિકાસ અને વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે સન્માનિત કરવામાં આવે છે અને ભારતીય ફિલ્મ ઉદ્યોગની પ્રતિષ્ઠિત હસ્તીઓની બનેલી સમિતિ દ્વારા તેની પસંદગી કરવામાં આવે છે. આ પુરસ્કારમાં સ્વર્ણ કમલ - ગોલ્ડન લોટસ મેડલિયન, એક શાલ અને ૧૦,૦૦,૦૦૦ ના રોકડ પુરસ્કારનો સમાવેશ થાય છે. જેનો આરંભ ૧૯૬૯માં થયો એટલે આજે એ સન્માન ૫૩મી વ્યક્તિને મળવું જાેઈએ. પણ સાચા ફિલ્મ ભક્તને દુઃખ થશે કે લાખો કલાકારો પૈકી સરકારને હજી દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે લાયક ૫૩ કલાકાર પણ મળતા નથી, તો આશા પારેખને માત્ર ગુજરાતી હોવાના કારણે જ આ સન્માન મળી જાય એટલી સરળ સ્થિતિ પણ નથી.દાદાસાહેબ ફાળકે એવોર્ડ સન્માન, સૌ પ્રથમ ૧૯૬૯માં જ મહિલા અભિનેત્રી દેવિકા રાનીને મળ્યું હતું. અને ૨૦૨૨માં જે સન્માન આશા પારેખને અપાયું તે વર્ષ ૨૦૨૦ માટે સન્માનિત થયા છે. એમ કુલ ૫૨ હસ્તીઓમાં મહિલાઓના નામ જાેઈએ તો દેવિકા રાની (ભારતીય સિનેમાના પ્રથમ અભિનેત્રી), સુલોચના (ભારતીય સિનેમાના પ્રથમ સેક્સ સિમ્બોલ), કાનન દેવી (બંગાળી સિનેમાના પ્રથમ અભિનેત્રી), દુર્ગા ખોટે (ભારતીય સિનેમાના પ્રથમ મહિલા), લતા મંગેશકર (ભારતીય સિનેમાનું સૌથી લોકપ્રિય વ્યક્તિત્વ), આશા ભોંસલે (ભારતીય સિનેમાના સૌથી સાહસિક ગાયિકા) અને આશા પારેખ (ભારતીય સિનેમાના પ્રથમ અને એકમાત્ર મહિલા અભિનેત્રી કે જે બાળ કલાકારથી શરૃ કરી સેન્સર બોર્ડના અધ્યક્ષ બન્યા), એમ માત્ર ૭ મહિલાઓ જ સન્માનિત થયા છે. એ રીતે આશા પારેખ પણ કોઈ ઓળખના મોહતાજ નથી, છતાં તેમની સન્માનીય ફિલ્મ કેરિયરની નોંધ અહીં લેવી જ પડે. (સુનો સજના, પપીહરા, કે આયે દિન બહાર કે...)આશા પારેખ એ એક બાળ કલાકાર તરીકે કેરિયર શરૃ કરી ત્યારે તે પોતાના પરિવારના માર્ગદર્શન અને ઈચ્છા હેઠળ બૉલીવુડમાં આવ્યા, પણ જયારે તે સૌથી સફળ અને સૌથી વધુ રકમ લેનાર અભિનેત્રી બન્યા ત્યારે તેમણે પોતાની આવડત, મહેનત અને સમજદારી સાબિત કર્યા. આશા પારેખના પિતા બચુભાઈએ સલમા નામના મહિલા સાથે લગ્ન કર્યા હતા. આશા પારેખને ફિલ્મોમાં પ્રથમ તક બિમલ રોયે એક બાળ કલાકાર તરીકે મા (૧૯૫૨) ફિલ્મમાં આપી હતી. ૧૯૪૨માં જન્મ અને ૧૬ વર્ષની વયે તેઓ 'ગુંજ ઉઠી શહેનાઈ' બનતા પહેલા વિજય ભટ્ટ સુધી પહોંચી તો ગયા, પણ પ્રથમ વખત હિરોઈન બનવાનો અવસર 'દિલ દે કે દેખો' માટે સ્ટાર કલાકાર શમ્મી કપૂર સાથે લેખક નિર્દેશક નાસિર હુસેનએ આપ્યો. તે પછી તેમની ૬ ફિલ્મોમાં આશા પારેખ જ રહ્યા અને હુસૈને તેમને બહારોં કે સપને (૧૯૬૭)થી શરૃ કરીને ૨૧ ફિલ્મોના વિતરણમાં પણ સામેલ કર્યા. આટલે સુધી ક્યા ગુજરાતીએ આશા પારેખને સાથ આપ્યો? સૌ ગુજરાતી ફિલ્મ મેકરે એ સમયે પણ તેમને આવજાે... કહી સાયોનારા... જ ગાયું છે!આશા પારેખ શરૃઆતની મોટાભાગની ફિલ્મોમાં ગ્લેમર ગર્લ, ઉત્તમ નૃત્યાંગના અને ટોમબૉય તરીકે જાણીતા હતા, પછી તેમણે (કદાચ નાસિર હુસેનના કહેવાથી) દિગ્દર્શક રાજ ખોસલા સાથે ટ્રેજેડીયન ભૂમિકાઓ દો બદન (૧૯૬૬), ચિરાગ (૧૯૬૯) અને મેં તુલસી તેરે આંગન કી (૧૯૭૮) માટે કરીને ગંભીર છબી ઉભી કરી. તે સમયમાં જ દિગ્દર્શક શક્તિ સામંતાએ ૫ગલા કહીં કા (૧૯૭૦) અને કટી પતંગ (૧૯૭૦)માં આશા પારેખને વધુ નાટકીય ભૂમિકાઓ આપી; અને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો. શમ્મી કપૂર બાદ દેવ આનંદ અને રાજેશ ખન્ના સાથે હિટ ફિલ્મો આપ્યા બાદ ભાભી બનવાનો સમય આવ્યો ત્યારે ફિલ્મો ઓછી કરી દીધી, અને અમિતાભ બચ્ચન સાથે એક માત્ર કાલીયા ફિલ્મ કરી. પોતાની ફિલ્મ કંપની બનાવી ગુજરાતી સિરિયલ બનાવી, ફિલ્મ સેન્સર બોર્ડના ચેરપર્સન બન્યા, પણ ક્યાંય કોઈ ગુજરાતી સાથે મનમેળ ન જમ્યો, કે કોઈ ગુજરાતી ફિલ્મ માટે તેમને ઓફરો પણ ન થઇ. આશા પારેખને પોતાની આત્મકથા લખવા ગ્લોબલ ગૌરવ લેતા કોઈ ગુજરાતી લેખક પણ પસંદ ન આવ્યા અને આશા પારેખએ પોતાની આત્મકથા 'ધ હિટ ગર્લ' પણ ખાલિદ મોહમ્મદ પાસે લખાવી. (આઓ તુમ્હે ચાંદ પે લે જાયે...)

        આશા પારેખે ધ હિટ ગર્લમાં, એ અફવાઓને સમર્થન આપ્યું છે કે તેણી પહેલાથી જ પરિણીત દિગ્દર્શક નાસિર હુસૈન સાથે રોમેન્ટિક રીતે સંકળાયેલી હતી, પરંતુ તેમના બંને પરિવારોના આદરને કારણે તેણી તેની સાથે લગ્ન કરી શકી ન હતી. અમેરિકામાં રહેતા એક ભારતીય પ્રોફેસર સાથે લગભગ લગ્ન કરવાની વાતમાં તે તેની ગર્લફ્રેન્ડને છોડવા માંગતો ન હતો, તેથી લગ્નની યોજનાઓ રદ કરી. એક બાળકને દત્તક લેવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ તેનામાં જન્મજાત ખામી હોવાથી ડોકટરોએ તેણીને દત્તક લેવા દેવાની નાપાડી હતી. હવે આજે પ્રિયંકા સરોગસી દ્વારા બાળક મેળવી પોતાની કેરિયર અને લાઈફસ્ટાઇલને બદલવા માંગતા નથી. એવી બૉલીવુડની ફેશન અને અભિનયની પણ અનેક પરંપરાના સ્થાપક આશા પારેખને એક ભારતીય તરીકે આપણે અભિનંદન આપવા ઘટે. 

Download Our B K News Today App



Related News