જતાં-જતાં અરૂણ જેટલી સોનિયા ગાંધીના ગઢને મોટી ગિફ્ટ આપતા ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-26 12:33:57
  • Views : 677
  • Modified Date : 2019-08-26 12:33:57

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનો સંબંધ ઉત્તર પ્રદેશ અને લખનઉથી ખૂબ જ ગાઢ છે. છેલ્લો શ્વાસ લેતા પહેલા અરુણ જેટલી કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલીને સુંદર ભેટ આપતા ગયા. નિધન પહેલા એમને સોનિયાના સંસદીય ક્ષેત્રને રોશન કરવા માટે સોલર લાઇટો લગાવવાનો પત્ર જિલ્લાધિકારી નેહા શર્માને લખ્યો હતો. રાજ્યસભા સાંસદ તરીકે ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરનાર અરુણ જેટલીએ જિલ્લા પ્રશાસનને પત્રમાં લખ્યું કે સાંસદ લોકલ એરિયા ડેવલેપમેન્ટથી રાયબરેલીમાં 200 સૌર ઊર્જા વાળી હાઇ માસ્ટ લાઇટ લગાવવામાં આવે. આ રકમ એમને સાંસદ નિધિ યોજના હેઠળ પોતાના ફંડથી મંજૂર કરી હતી. જણાવી દઇએ કે એક સાંસદને સ્થાનિક ક્ષેત્ર વિકાસ યોજના હેઠળ 5 કરોડ રૂપિયા ફાળવણી કરવામાં આવે છે. અઢી કરોડ રૂપિયાથી લગાવાશે સોલર લાઇટોજેટલીના પ્રતિનિધિ હીરો વાજપેયીએ રવિવારે કહ્યું કે અરુણ જેટલીની આ ભલામણ રાયબરેલી પ્રશાસનને 17 ઓગસ્ટે કરવામાં આવી હતી. જેટલી ઇચ્છતા હતા કે દિવાળી પહેલા રાયબરેલીને રોશન કરવામાં આવે. એમને પોતાના ફંડથી અઢી કરોડ રૂપિયા આ સોલર લાઇટો માટે આપ્યા. ડીએમ નેહા શર્માએ કહ્યું કે પરિયોજનાને જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીઓની સાથે સમન્વય બનાવીને જલ્દી પૂર્ણ કરવામાં આવશે. અમે એને પૂર્ણ કરવામાં હવે વધારે ઝડપ લાવીશું. અરુણ જેટલીએ જ્યારે ઓક્ટોબરમાં રાયબરેલીમાં યોજનાઓ પર પોતાના એમપીએલએડી ફંડ ખર્ચ કરવાની જાહેરાત કરી હતી, તો એને લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ગઢને તોડવાના પગલા રૂપે જોવામાં આવ્યો હતો. હીરોએ કહ્યું કે પરંતુ વાસ્તવમાં એવું છે કે જિલ્લાના પછાતપણે અરુણ જેટલીને રાયબરેલીની પસંદ કરવા પ્રેરિત કર્યા. હીરોએ કહ્યું કે જેટલીનો લખનઉથી સંબંધ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જમાનામાં ખૂબ ગાઢ હતો. એમને ચૂંટણી પ્રચારમાં તેઓ ઘણા દિવસો સુધી લખનઉમાં રહેતા હતા. 30 જુલાઇએ એમની છેલ્લી વખત જેટલી સાથે મુલાકાત થઇ હતી. ભાજપના પ્રદેશ મીડિયા પ્રભારી મનીષ દિક્ષીતના પ્રમાણે લખનઉ આવવા પર અરુણ જેટલી ચોકનો ચાટ અને પાન ગિલોરી જરૂરથી ખાતા હતા. આટલું જ નહીં, પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના ચૂંટણીમાં તેઓ લકનઉના વકીલોની વચ્ચે જઇને મતદાનની અપીલ જરૂર કરતા હતા. નોંધનીય છે કે ભાજપ નેતા અને પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી હવે આપણી વચ્ચે રહ્યા નથી. લાંબી બિમારી બાદ અરુણ જેટલીએ શનિવારે બપોરે એમ્સમાં નિધન થયું હતું. અરુણ જેટલી ભાજપના મોટા નેતા હતા, સાથે સાથે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલોમાં સામેલ હતા. અરુણ જેટલી જ્યારે લોકસભામાં બોલતા હતા ત્યારે એમને સાંભળનાર વિપક્ષી દળના નેતા પણ એમના કાયલ થઇ જતા હતા. અરુણ જેટલી એક પ્રખર વક્તા હતા. 

Download Our B K News Today App



Related News