અરૂણ જેટલી દાખલ છે એ AIIMSમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 34 ગાડીઓ પહોંચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-17 18:38:05
  • Views : 736
  • Modified Date : 2019-08-17 18:38:05

દેશની રાજધાની દિલ્હીની જાણીતી હોસ્પિટલ એમ્સમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. એવી માહિતી મળી છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. પ્રાપ્ત માહિતી મુજબ આગ પહેલા અને બીજા ફ્લોર પર લાગી છે.મીડિયા રિપોર્ટ મુજબ એમ્સના ટીચિંગ બ્લોકમાં આ આગ લાગી છે. એમ્સમાં આગ લાગ્યાની ખબર મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર નિયત્રંણ મેળવવા પૂરજોર કોશિશ કરી રહી છે. ફાયર ડિપાર્ટમેન્ટની 34 ગાડીઓ આગને કાબુમાં લેવાની કોશિશ કરી રહી છે. સાવચેતીને પગલે એમ્સમાં ઇમરજેન્સી વિભાગને બંધ કરવામાં આવ્યો છે.રિપોર્ટ મુજબ એમ્સના બીજા ફ્લોર પર આવેલ પીસી બ્લોકમાં આગ લાગી છે. ઉલ્લેખનીય છે કે એમ્સ માત્ર દિલ્હી જ નહીં પણ સંપૂર્ણ દેશમાં જાણીતી હોસ્પિટલ છે. સૌથી ખાસ વાત એ છે કે હાલ પૂર્વ કેન્દ્રીય મંત્ર અરૂણ જેટલી ખરાબ સ્વાસ્થ્યને પગલે સારવાર માટે એમ્સમાં દાખલ છે. તેથી ત્યાં રાષ્ટ્રપતિ, પીએમ સહિત કેટલાક કેન્દ્રીય નેતાઓ અને અન્ય વીવીઆઈપીની અવર-જવર સતત ચાલું છે. આવી પરિસ્થિતિમાં ત્યાં આગ લાગવી પ્રશાસન માટે મોટો પડકાર છે.

Download Our B K News Today App



Related News