ગોરી રાધાને કાળો કાન..ગિટાર પર ગાઈને કલાકારે..સુરત એરપોર્ટ પર મુસાફરોનું નવરાત્રિના માહોલમાં સ્વાગત કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-20 13:06:07
  • Views : 359
  • Modified Date : 2020-10-20 13:06:07

       કોરોના સંક્રમણના કારણે આ વર્ષે પરંપરાગત રીતે ગરબાના આયોજનો પર પ્રતિબંધ છે. ત્યારે સુરત એરપોર્ટ પર પણ મુસાફરોને નવરાત્રિનો માહોલ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર આવતાં જતાં મુસાફરોને નવરાત્રિ અને ગુજરાતની પરંપરાની ઝાંખી કરાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક ગાયક નવરાત્રિના પારંપારિક ગામઠી વેશમાં ગિટાર સાથે ગીત ગાય છે. ગોરી રાધાને કાળો કાન..ગીત ગાઈને કલાકાર મુસાફરોને નવરાત્રિની શુભકામના પાઠવે છે. સામે મુસાફરો પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ગીતને માણે છે. છેલ્લે તાળીઓથી કલાકારનું સન્માન કરે છે જો કે નવરાત્રિના આ ગીત પર ગરબાના સ્ટેપ પર ન રમી શકવાનો વસવસો મુસાફરો પણ વ્યક્ત કરી રહ્યાં છે.સુરત એરપોર્ટ પર હવે મોટાભાગની ફ્લાઈટ શરૂ ગઈ છે. ત્યારે માં આદ્યશક્તિ અંબાના નવરાત્રિ દરમિયાન દરવર્ષે મુસાફરોને ગુજરાતની પરંપરાગત નવરાત્રિને જાણી અને માણી શકે તે માટે શહેરના ખેલૈયાઓ દ્વારા એરપોર્ટ પર નવરાત્રિના ગરબા રમવાનું આયોજન કરવામાં આવતું હતું.જો કે આ વખતે કોરોનાના કારણે પરંપરા બદલાઈ છે અને માત્ર ગીતો ગાઈને જ સ્વાગત કરવામાં આવી રહ્યું છે.મુસાફરોએ જણાવ્યું હતું કે, એરપોર્ટ દ્વારા સારૂં આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ ગુજરાતના નવરાત્રિના ગીતો વાગતા હોય અને ગરબાના સ્ટેપ ન ઝૂમી શકવાનો વસવસો રહે છે. ચહેરા પર કોરોનાના કારણે આવેલું માસ્ક પગને થિરકતા અટકાવી રહ્યું હોવાની લાગણીનો અનુભવ કર્યો હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Download Our B K News Today App



Related News