આર્ટિકલ 370 હટાવવામાં જાણો મોદી સરકારને કોનું-કોનું સમર્થન મળ્યું?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-05 17:55:55
  • Views : 690
  • Modified Date : 2019-08-05 17:55:55

જમ્મૂ કાશ્મીરમાં સોમવારે આર્ટિકલ 370ના ખંડને છોડીને તમામ જોગવાઇને ખતમ કરી દેવાઇ છે. તેની જાણકારી ગૃહમંત્રીએ ગૃહને આપી. આ સાથે જ લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશના રૂપે જમ્મૂ કાશ્મીરથી અલગ કરવામાં આવ્યું. ગૃહમંત્રીના આ નિવેદન બાદ રાજ્યસભામાં મોટો હંગામો થયો. રાજ્યસભામાં વિપક્ષી પાર્ટી કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે આ અસંવૈધાનિક છે અને અમે તેનો વિરોધ કરીએ છીએ.ગૃહમંત્રીની આ જાહેરાત બાદ ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ રામ માધવે કહ્યું કે આજનો દિવસ ઘણો ગૌરવશાળી છે. જમ્મૂ કાશ્મીરને ભારતમાં પૂર્ણ રીતે સામેલ કરવાની શ્યામા પ્રસાદ મુખર્જી સહીત હજારો શહીદોની ઇચ્છાઓનું સમ્માન થયું. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો દેશની ઘણી વિપક્ષી પાર્ટીઓએ સમર્થન આપ્યું છે. સમર્થન કરનાર પાર્ટીઓમાં બીએસપી, બીજેડી, એઆઇએડીએમકે, આમ આદમી પાર્ટી, શિવ સેના સામેલ છે. બહુજન સમાજ પાર્ટીએ કેન્દ્ર સરકારના આ નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું હતું કે જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવા મામલે બસપા સરકારની સાથે છે. બસપા સાંસદ સતીશ ચંદ્ર મિશ્રએ રાજ્યસભામાં કહ્યું કે અમારી પાર્ટી તેનું પૂર્ણ સમર્થન કરે છે. અમે ઇચ્છીએ છીએ કે બિલ પાસ થાય. અમારી પાર્ટી આર્ટિકલ અનુચ્છેદ 370 બિલ અને અન્ય બિલનો કોઇ વિરોધ કરી રહી નથી. જમ્મૂ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાની જાહેરાતનું સ્વાગત કરતા શિવસેનાએ કહ્યું કે મને પૂર્ણ વિશ્વાસ છે કે પીએમ અખંડ હિન્દુસ્થાનનું સપનું પૂર્ણ કરશે. શિવસેનાથી રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું કે આજે જમ્મૂ કાશ્મીર, કાલે બલુચિસ્તાન, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર લઇશું. મને પૂર્ણ વિશ્વાસ છે કે દેશના વડાપ્રધાન અખંડ હિન્દુસ્તાનનું સપનું પૂર્ણ કરશે. જ્યારે એઆઇએડીએમકે સરકારના પગલાની સરાહના કરી અને તેના સમર્થનમાં પોતાના વિચાર વ્યક્ત કર્યા. બીજેડી સાંસદ પ્રસન્ના આયાર્ચે કહ્યું કે જમ્મૂ કાશ્મીર આજે ભારતનું અંગ બની ગયું. અમારી પાર્ટી સરકારના આ પગલાનું સમર્થન કરે છે. જમ્મૂ કાશ્મીરને લઇને રાજ્યસભામાં ભારતના ગૃહમંત્રીએ ત્રણ મહત્વપૂર્ણ જાહેરાત કરી. પ્રથમ જમ્મૂ કાશ્મીરથી કલમ 370 દૂર કરવાની જાહેરાત કરી. બીજી લદ્દાખને જમ્મૂ કાશ્મીરથી અલગ કરવાની જાહેરાત અને ત્રીજી જાહેરાત જમ્મૂ કાશ્મીર અને લદ્દાખથી અલગ-અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ કરી. આર્ટીકલ 370 હટાવવાની સાથે જમ્મૂ કાશ્મીર ભારતના અન્ય પ્રદેશની જેમ જ બની જશે. બે નાગરિકતાની જે જોગવાઇ કરવામાં આવી હતી તે ખતમ થઇ જશે. 

 

Download Our B K News Today App



Related News