છાપી ગ્રામ પંચાયત દ્વારા દશામાની મૂર્તિ વિસર્જન માટે ખાડો ખોદીને વ્યવસ્થા કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-31 11:26:49
  • Views : 434
  • Modified Date : 2020-07-31 11:26:49

  બનાસકાંઠા જિલ્લામાં દશામાના વ્રતની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ વર્ષે કોરોના મહામારીમાં ધાર્મિક જગ્યાએ મેળાવડા અને મૂર્તિ વિસર્જનની મનાઇ ફરમાવવામાં આવી હતી. ત્યારે વડગામ તાલુકાની છાપી ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ પટેલ, તલાટી મહેશભાઈ ડેલ અને છાપી ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા દશામાની મૂર્તિ વિસર્જન માટે કોરોના વાઇરસ જેવી કપરી મહામારીના સમયે સંક્રમણ ના ફેલાય, આમ જનતાનું આરોગ્ય જળવાય અને સુખાકારી રહે તે માટે સ્વચ્છ જગ્યાએ ખાડો ખોદીને દશામાની મૂર્તિ વિસર્જન કરવામાં આવી હતી. જેમાં છાપી ગ્રામ પંચાયત દ્વારા પાણીના ટેન્કરની વ્યવસ્થા કરીને ભાવિક ભક્તોને કોઈ તકલીફ ના પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવતાં મોટી સંખ્યામાં ભક્તોએ મૂર્તિનું વિસર્જન કરતાં ભક્તોમાં ખુશી જોવા મળી હતી.

Download Our B K News Today App



Related News