સાબરમતીમાં ગણેશ વિસર્જન ન થાય તે માટે રિવરફ્રન્ટ પર બંદોબસ્ત ગોઠવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-23 15:01:58
  • Views : 456
  • Modified Date : 2020-08-23 15:01:58

     પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે શહેરીજનોને ભકિત અને આસ્થા જળવાઈ રહે તે રીતે 2 ફૂટ સુધીના માટીના ગણપતિની મૂર્તિનું સ્થાપન કરીને ઘરમાં જ તેનું વિસર્જન કરવાની અપીલ કરી છે. કમિશનરે તમામ ડીસીપી તેમજ અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી ક્યાંય પણ પંડાલ ન બંધાય અને નદીમાં કોઇ પણ શ્રધ્ધાળુ ગણપતિનું વિસર્જન કરવા ન આવે તે માટે રિવરફ્રન્ટ ઉપર ખાસ બંદોબસ્ત ગોઠવવા સૂચના આપી હતી. શુક્રવારથી પોલીસે લાઉડ સ્પીકરથી સોસાયટીઓમાં સાર્વજનિક ગણેશ મહોત્સવ ન યોજવા જાહેરાત કરી હતી.કોઇ પણ શહેરીજન નદીમાં ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવા ન આવે તે માટે રિવરફ્રન્ટ ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તે સાથે રિવરફ્રન્ટ ઉપર પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમે પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. - વિજય પટેલ, ડીસીપી ઝોન-2

Download Our B K News Today App



Related News