ચાંગામાં રજા પર આવેલા જવાનને વીજકરંટ લાગતાં નિધન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-19 16:17:12
  • Views : 490
  • Modified Date : 2020-02-19 16:17:12

કાંકરેજ તાલુકાના ચાંગા ગામના વતની અને લશ્કરમાં ફરજ બજાવતા જવાન દોઢેક મહિના પહેલા પગે ફેકચર થતા વતનમાં રજા ઉપર હતા.તે દરમ્યાન મંગળવારે ડીપી પર લંગર ચઢાવવા જતાં કરંટ લાગતા મોત નીપજ્યુ હતુ.જેને લઇ વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. કાંકરેજના ચાંગા ગામે રહેતા બાબુભાઇ બાવાભાઇ ચૌધરી આર્મીમાં ફરજ બજાવે છે.જે ઓ દોઢેક માસ અગાઉ પગમા ફેક્ચર થવાને કારણે રજા ઉપર વતન ચાંગા આવેલા હતા.નિવૃત્તિને અઢી વર્ષ સમય બાકી હતો.ત્યારે મંગળવારે ખેતરમાં વીજ કામે ડીપી ઉપર લંગર ચડાવવા ગયા ત્યારે અચાનક કરંટ લાગ્યો હતો.જેને લઇ સારવાર અર્થે થરા રેફરલ ખાતે લઈ પહોંચ્યા હતા.પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરીવાર સહીત સમગ્ર પંથકમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ.જવાનના મૃતદેહને પોસમોર્ટમ માટે થરાની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો.

Download Our B K News Today App



Related News