અર્બન હેલ્થ સેન્ટરમાંથી જન્મ-મરણ નોંધણી દસ્તાવેજોનાં ૭૨ પોટલા ચોરાયાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-27 13:48:52
  • Views : 451
  • Modified Date : 2019-09-27 13:48:52

મ્યુનિસિપલ કોર્પોરેશનની વેજલપુર સ્થિત અર્બન હેલ્થ સેન્ટરમાં રખાયેલા જન્મ-મરણની નોંધણી અને અમૃતમ કાર્ડ કઢાવવા માટેના દસ્તાવેજો ભરેલા ૭૨પોટલાની ચોરી થતા કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છ. નવાઈની વાત એ છે કે વરસાદમાં ભીના થયેલા આ પોટલાની સ્ટોરરૃમમાંથી ચોરી થઈ કે કંપાઉન્ડમાંથી તેની પણ સ્ટાફનેે ખબર નથી.આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વેજલપુર ગામના અર્બન હેલ્થ સેન્ટરમાં ચોરીનો આ બનાવ બન્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાવનારા સુનીતાબહેન એ.નીનામા અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સીનેટર કમ ક્લાર્ક તરીકે કામ કરે છે અને જન્મ, મરણ અને લગ્નની નોંધણીનું કામકાજ સંભાળે છે.જેમાં મરણનો દાખલો આપવા માટે લેવામાં આવતા સ્મશાનની પહોંચો ,મૃતકના આઈ.ડી.પ્રુફની નકલ, માહિતી લેવા આવનારાના ઓળખપત્ર તથા ડોક્ટરના સર્ટિફિકેટ વગેરે ભેગા કરવામાં આવતા હતા. ૨૦૦૭થી ૨૦૧૬ સુધીના આ દસ્તાવેજો ભરેલા ૧૭ પોટલા સ્ટોરરૃમમાં રાખવામાં આવ્યા હતા. 
તે સિવાય ડોક્યુમેન્ટ વેરીફાય ઓફિસર નરેન્દ્રભાઈ પી.સોલંકી અમૃતમકાર્ડ કાઢી આપવાનું કામ કરે છે. તેમણે ૨૦૧૪થી આ કાર્ડ કઢાવવા માટે લીધેલા અરજદારના આવકના દાખલા, રેશનકાર્ડની નકલો, ઘરના સભ્યોના આઈ.ડી. વગેરે દસ્તાવેજોના ૫૫ પોટલા અન્ય સ્ટોરરૃમમાં રાખ્યા હતા. દરમિયાન  ૧૬ સપ્ટેમ્બરના રોજ સુનીતાબહેન કામથી સ્ટોરરૃમમાં ગયા ત્યારે ૧૭ પોટલા ગુમ જણાતા તેમણે સુપરવાઈઝર શીવભાઈ જાદવને જાણ કરી હતી. તેમણે ત્રણેક માર્સ અગાઉ વરસાદને કારણે સ્ટોરની છતમાંથી પાણી પડતું હોવાથી બન્ને સ્ટોરરૃમમાંથી ૭૨ પોટલા  સુકવવા માટે હેલ્થ સેન્ટરના કંપાઉન્ડમાં મુક્યા હોવાનું જણાવ્યું હતું. પરંતુ પરત સ્ટોરરૃમમાં કોણે મુક્યા તેની જાણ ન હોવાનું જાદવે કહ્યું હતું.

Download Our B K News Today App



Related News