સાણંદમાં બેસતાં વર્ષની રાતે સગીરને મારી નાખવાના ઇરાદે ત્રણ યુવકોએ અપહરણ કર્યું, સગીર જીવ બચાવવામાં સફળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-31 12:52:00
  • Views : 401
  • Modified Date : 2019-10-31 12:52:00

સાણંદમાં રહેતા સગીરને મારી નાખવાના ઇરાદે અપહરણની ઘટના બની હતી. નવા વર્ષની રાતે ત્રણ યુવકોએ અગાઉના ઝઘડાની અદાવત રાખી એક્ટિવા પર બેસાડી અપહરણ કર્યું હતું. સગીર યુવકોની ચુંગાલમાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો અને એક સોસાયટીમાં પોહચી જીવ બચાવ્યો હતો સાણંદ પોલીસે ત્રણ યુવક સામે અપહરણ અને મારામારી, ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.સાણંદ નવાવાસમાં રહેતો 17 વર્ષનો સગીર નવા વર્ષની રાતે 9.30 વાગ્યે નાસ્તો કરી ઘર તરફ જતો હતો ત્યારે ઘોડાગાડી પાસે પોહચ્યો તયારે એક્ટિવા પર એક યુવક આવ્યો હતો અને આજે તને જાનથી મારી નાખવાનો છે તેમ ધમકી આપી હતી. દરમ્યાનમાં સામેથી રાજપાલસિંહ ઉર્ફે ભુરી પરમાર (રહે.સાણંદ) એક્ટિવા પર અન્ય યુવક સાથે આવ્યો હતોમ રાજપાલસિંહે આને ઉપાડી લો એમ કહી મોઢું દબાવી એક્ટિવા પર અપહરણ કરી લીધું હતું. શબરી હોટલ પાછળ રોડ પર લઈ જઈ અંધારામાં ખેતરમાં ઉભો રાખી અને માર માર્યો હતો.રાજપાલસિંહે સગીરને કહ્યું હતું કે અગાઉ ઝઘડો થયો ત્યારે તું અમે તારા પપ્પા વધારે ચરબી કરતા હતાને આજે તને જાનથી મારી નાખવાનો છે તેમ કહી અને બોલતા હતા ત્યારે ખેતરમાં એક બાઈકચાલકે લાઈટ આવતા ત્રણેય એ તરફ જોયું હતું. સગીર ટેન્ક લાભ લઇ ખેતરમાં થઈ વાડ કૂદી અનેં રિવેરા ગ્રીન સોસાયટીમાં પોહચી ગયો હતો. ત્રણેય યુવકો પણ તેની પાછળ દોડ્યા હતા. સગીરે તેને મારવા આવ્યા હોવાની સોસાયટીના લોકોને વાત કરી હતી. બાદમાં સગીરના પિતાને ફોન કરી જાણ કરતા તેઓ સોસાયટીમાં આવી પહોંચ્યા હતા. સાણંદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News