દિયોદરના ગાંગોલ અને ધનકવાડા ગામે ભુંડનો આંતક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-12 11:36:15
  • Views : 465
  • Modified Date : 2019-07-12 11:36:15

દિયોદર તાલુકામાં ઘણાં સમયથી ભુંડનો આંતક વધ્યો છે ત્યારે આજે ગાંગોલ અને
ધનકવાડા ગામે ભુંડે ફરી આંતક મચાવ્યો છે. જેમા ત્રણ લોકો પર હુમલો કરતા ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
દિયોદર તાલુકાના ગાંગોલ અને ધનકવાડા ગામે રખડતા ભુંડે આંતક મચાવ્યો હતો. જેમાં રાહદારી પર અને રસ્તા પર પસાર થતા લોકો પર હુમલો કરતા ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે. થોડાં સમય અગાઉ તાલુકાના ચમનપુરા ગામે પણ ભુંડે ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારે આજ ફરી  ગ્રામીણ વિસ્તારમાં ભુંડનો આંતક યથાવત રહ્યો છે. ગાંગોલ અને ધનકવાડા ગામે રહેતા દિપકભાઈ માનસુંગભાઈ પટેલ (ર)આશાબેન માલાભાઈ સુથાર (૩) જયંતિભાઈ રામાભાઈ પટેલ નામના ત્રણ વ્યક્તિ પર હુમલો કરતા ઈજાગ્રસ્ત ત્રણેય વ્યક્તિને સારવાર અર્થે દિયોદર હોસ્પિટલ ખાતે  ખસેડવામાં આવ્યા છે. ગ્રામીણ વિસ્તારમાં ભુંડના આતંકને લઈ સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે.

Download Our B K News Today App



Related News