મોરવાડા કેનાલમાં સફાઈ ન કરાતાં પાણી ન પહોંચતાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-29 11:04:51
  • Views : 409
  • Modified Date : 2020-07-29 11:04:51

  સુઇગામ તાલુકાની મોરવાડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી નીકળતી મોરવાડા માઇનોર-2 કેનાલમાં સાફ સફાઈ નહીં કરવાને કારણે કેનાલમાં કચરો, માટીના ઢગલા જામ્યા છે. સરહદી સુઇગામ તાલુકાની ડિસ્ટ્રીબ્યુટરી માઇનોર, સબ માઇનોર કેનાલોમાં જવાબદાર નર્મદા નિગમ અને કોન્ટ્રાક્ટરો દ્વારા સાફ સફાઈ કરવામાં ઉદાસીનતા દાખવતાં મોટાભાગની કેનાલોની બન્ને સાઇડોમાં ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે. અને કચરો અને માટીના ઢગલા જામી જતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક બાજુ ચોમાસુ વરસાદ ખેંચાતા ખેતીપાકોને બચાવવા ખેડૂતો કેનાલોના પાણી પર નિર્ભર બની ગયા છે. પરંતુ કેનાલોમાં સાફસફાઇ નહીં હોવાને કારણે છેવાડે સુધી પાણી મળતું નથી. જેને લીધે ખેડૂતોની હાલત દયનિય બની ગઈ છે. ત્યારે તાકીદે કેનાલોમાં સાફસફાઈ કરાય તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News