4 વર્ષથી ખડાત ગામનો ઉબડખાબડ માર્ગ નહી સુધરતાં ગ્રામજનોમાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-20 16:43:15
  • Views : 401
  • Modified Date : 2020-08-20 16:43:15

     છેલ્લા 4 વર્ષથી ખડાત ગામનો ઉબડખાબડ માર્ગ નહીં સુધરતાં ગ્રામજનોમાં રોષ ઉઠવા પામ્યો છે. તેમાં હાલમાં વરસાદ પડતા માર્ગ ઉપરથી પસાર થવું કપરૂ બની રહ્યું કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગામડાઓમાં પણ માળખાકિય સુવિધાઓ ઉભી કરીને શહેરી જેવી સગવડ આપવા અનેક યોજનાઓ બનાવી છે. તેમ છતાં રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ખડાત ગામમાં માળખાકિય સુવિધાના મામલે ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યું છે. તેમ છેલ્લા ચાર વર્ષથી ખડાત ગામનો રોડ નહી બનાવતા ઉબડ ખાબડ બની ગયો છે. ગામનો તૂટી ગયેલા રોડનું કામ કરવા ગ્રામજનોએ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે.છે. પરંતુ ગામનો રોડ બનાવવામાં નહીં આવતા ગ્રામજનોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. ગામનો માત્ર એક જ કિલોમીટરનો રોડ નહીં બનાવતા દરરોજના ચારેક જેટલા ટુ વ્હિલર ચાલકો પડી જવાથી નાની મોટી ઇજાનો ભોગ બની રહ્યા છે. જ્યારે રોડ ઉપરના ખાડાને લીધે ફોર વ્હિલર ગાડીઓના પાટા તૂટી જવાના કિસ્સા બની રહ્યા છે. હાલમાં ચોમાસાનું સીઝન ચાલુ છે ત્યારે એક કિમી માર્ગ ઉપર કાદવ અને કિચડ અંડિગો જમાવે છે. આથી માર્ગ ઉપરથી પસાર થવું ગ્રામજનો માટે એવરેસ્ટ સર કરવા જેટલું કપરૂ બની રહે છે. ગામના માર્ગનું યોગ્ય રીતે મેટલ કામ કરીને નવો બનાવવામાં નહી આવે તો ગ્રામજનોએ ઉગ્રલડતની ચીમકી ઉચ્ચારી છે.માર્ગ ઉપરના ખાડાને લીધે ફોર વ્હિલર ગાડીઓના પાટા તૂટી જાય છે. ઉપરાંત દરરોજના ચારેક જેટલા ટૂ વ્હિલર ચાલકો પડી જતા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે

Download Our B K News Today App



Related News