ડીસાની એંજલ સ્કૂલ ખાતે બિઝનેસ ફેર કાર્યક્રમનું આયોજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-21 17:30:39
  • Views : 1436
  • Modified Date : 2019-11-21 17:30:39

વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે દર વર્ષે વિવિધ શાળાઓ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજરોજ ડીસાની એંજલ સ્કૂલ ખાતે બિઝનેસ ફેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ જાતે જ બિઝનેસ સેન્ટર માં કામ કર્યું હતું....

 આજના યુગમાં ભણતર એ લોકો માટે સૌથી જરૂરી વિષય બની ગયો છે. આજે ભણતર વિનાનો વ્યક્તિ ક્યાંય ચાલતો નથી પરંતુ ક્યારેક એવા વ્યક્તિઓ સાથે મુલાકાત થતી હોય છે કે જેઓ અભણ અને દિવ્યાંગ હોવા છતાં પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ ના કારણે માનવી ક્યાં પહોંચી જતો હોય છે. તેની આપણે જાણ પણ થતી નથી. આવા જ એક વ્યક્તિ વિશે આજે અમે અમારી બીકે ન્યુઝ ટુડે ચેનલના માધ્યમથી તમને માહિતગાર કરીશું. સુરત ગામમાં જન્મેલા મનોજભાઈ નાનપણથી જ અભ્યાસ માં ખૂબ રસ ધરાવતા હતા. અને માત્ર 11 વર્ષની ઉંમરે તેમનું અકસ્માત થતા તેમને બે હાથ ગુમાવવાનો વારો આવ્યો હતો. પરંતુ ત્યાં તેમને હાર માની નઈ અને તેમના બે હાથ ન હોવા છતાં તેમને ફાઇન આર્ટ્સ પર તેમને અભ્યાસ પૂર્ણ કર્યો. જે બાદ કુદરતે જાણે તેમને કુદરતી શક્તિ આપી હોય તેમ એક પછી એક તેમના જીવનમાં પ્રગતિ વધતી ગઈ અને આજે મનોજભાઈ માઉથ એન્ડ ફૂટપાથ પેન્ટિંગ વર્ડ વાઇસ એસોસિએશનના મેમ્બર તરીકે ફરજ બજાવી રહ્યા છે. મનોજભાઈને અત્યાર સુધી બાલાશ્રી ઍવોર્ડ-1999,ગુજરાત વિસ્યુલ આર્ટિસ્ટ એસોસિયેશન-2007,ભારત પ્રેરણા ઍવોર્ડ -2012,2019 મા દિવ્યાંગ રત્ન ઍવોર્ડ મેળવી આજે પોતાના ગામનું અને દેશ નું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે આજરોજ ડીસા ખાતે કાર્યરત એંજલ સ્કૂલ ખાતે યોજાયેલા બિઝનેસ ફેર ના કાર્યક્રમમાં મનોજભાઈ હાજર રહી પોતાનામાં રહેલી શક્તિઓ દ્વારા બે હાથ ન હોવા છતાં મોઢેથી પેન્ટિંગ કરતા બાળકોમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મનોજભાઈ દ્વારા મોઢેથી ગણેશજીની પેંટિંગ કરવામાં આવી હતી. ત્યારે આજના દિવસે મનોજભાઈ દ્વારા બાળકોને સંદેશો આપવામાં આવ્યો હતો કે આપણા જીવનમાં ક્યારેક કોઇ આકસ્મિક ઘટના બને તો નિરાશ ન થવું જોઈએ અને હંમેશા આપણા અંદર રહેલી શક્તિઓને ઓળખી આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ.. આજરોજ ડીસાની એંજલ સ્કૂલ ખાતે બિઝનેસ ફેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભણતરની સાથે કંઇક નવું શીખવા મળે તે હેતુથી શાળા દ્વારા બિઝનેશ ફેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એંજલ સ્કૂલમાં 11,12 કોમર્સ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પોતાના જીવનમાં આ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આગળ પોતાને બિઝનેશ કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે આજના કાર્યક્રમનો ખાસ હેતુ હતો. આજના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આજે ભારત દેશમાં લોકો પોતાના દેશ ની વસ્તુઓ કરતા બહારના દેશ ની વસ્તુઓ ખરીદી પર વધારે ધ્યાન આપે છે ત્યારે એંજલ સ્કૂલ માં કરતા વિદ્યાર્થીઓએ આવા લોકોને સંદેશો આપ્યો હતો કે બહાર ના દેશ ની વસ્તુ ખરીદવી નહીં અને ભારત દેશમાં બનતી વસ્તુઓનો જ વધુમાં વધુ ઉપયોગ કરવો જેથી દેશમાં રોજગારી નો વ્યાપ પણ આવે અને બેરોજગાર લોકોને રોજગારી મળી રહે. ત્યારે આજે યોજાયેલા કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહી પોતાના બાળકો દ્વારા લગાવેલ બિઝનેસ ફેર ના સ્ટોલ પરથી ખરીદી કરતા નજરે પડ્યા હતા...


Download Our B K News Today App



Related News