24% ભારતીયો જ અંગદાન કરવા તૈયાર, કારણોમાં વિશ્વાસ અને પારદર્શિતાનો અભાવ જોવા મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-18 15:03:57
  • Views : 579
  • Modified Date : 2019-11-18 15:03:57

આપણે બધા જાણીએ છીએ કે મૃત્યુ પછી અંગદાનથી એક કરતા વધુ લોકોનું જીવન બચાવી શકાય છે. તેમ છતાં અંગદાન માટે જોઇએ એટલી લોકોમાં જાગૃતિ નથી. તાજેતરમાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે ડર અને પ્રક્રિયાની ઓછી સમજણના કારણે માત્ર 24% ભારતીયોએ જ મૃત્યુ પછી અંગોનું દાન કરવાની ઇચ્છા પ્રગટ કરી હતી, જ્યારે ફક્ત 3% લોકોએ જ સંબંધિત સત્તાધિકારી પાસે તેમના ઇરાદાની નોંધણી કરાવી છે. આ સંશોધન એમ. એડલવાઇસ ટોકિયો લાઇફ ઇન્સ્યોરન્સ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, ભાગ લેનારા 1565 ઉત્તરદાતાઓમાંથી 80% અંગદાનના ખ્યાલ વિશે જાગૃત છે, 67% લોકો અંગદાનને મહત્ત્વપૂર્ણ માને છે, પરંતુ ફક્ત 35% લોકો જ તેમના અંગોનું દાન કેવી રીતે કરવું તેની પ્રક્રિયાને સમજે છે.

જો કે, આ અભ્યાસમાં અંગદાનની જાગ્રતતાને લઇને અનેક કારણો પણ સામે આવ્યા છે. લોકોમાં અંગદાનને લઇને ઓછો વિશ્વાસ અને પારદર્શિતાનો અભાવ જોવા મળ્યો છે. ઉત્તરદાતાઓમાંથી 45%એ એવો ભય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હોસ્પિટલો આપેલી બાંયધરી કરતા વધુ અંગો પ્રાપ્ત કરી શકે છે, તેથી અંગદાન એક કૌભાંડ છે. મોટાભાગના લોકો આંખો, કિડની, હૃદય અને યકૃત સિવાયના કયા અંગો અને પેશીઓનું દાન કરી શકાય છે તેનાથી પણ અજાણ હોય છે.

25%થી વધુ લોકો એવું પણ માનતા હતા કે, કોમામાં હોય ત્યારે પણ અંગોનું દાન કરી શકાય છે. જો કે, કોમેટોઝની સ્થિતિમાં અંગોનું દાન કરવાનો વિકલ્પ અસ્તિત્વમાં છે, પરંતુ કોમામાં રહેલી વ્યક્તિને આપોઆપ દાન માટે પાત્ર માનવામાં આવતી નથી, કારણ કે, તેમાં સ્થિતિ પલટાવાની અથવા સુધારો થવાની સંભાવના હોય છે અને તેથી તેને કાર્ડિયાક અથવા મગજના મૃત્યુને પાત્ર ગણવામાં આવતી નથી. શરીરનું અવમૂલ્યન થવાનો ડર અને એકવાર રજિસ્ટર થયા પછી પીછેહટ કરવાનો કોઈ વિકલ્પ નહીં હોવાની ચિંતા પણ લોકોની અંગદાન અંગે નિર્ણય લેવાની પ્રક્રિયાને અસર કરે છે.

Download Our B K News Today App



Related News