આનંદીબહેનની નજીકના IAS અજય ભાદુની રાષ્ટ્રપતિના સેક્રેટરી તરીકે નિમણૂંક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-20 18:20:18
  • Views : 477
  • Modified Date : 2019-07-20 18:20:18

ગુજરાત કેડરના 1999ની બેચના આઈએએસ અધિકારી અજય ભાદુની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના જોઈન્ટ સેક્રેટરી પદે નિયુક્તિ કરવામાં આવી છે. હાલ વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા અજય ભાદુ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના કાર્યકાળ દરમિયાન સીએમઓમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા.કોણ છે અજય ભાદુમૂળ રાજસ્થાનના વતની અજય ભાદુનો જન્મ 11 ફેબ્રુઆરી 1971ના રોજ થયો હતો. તેમણે નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી(જયપુર)માંથી સિવિલ એન્જિનિયરિંગ અને બેંગાલુરૂની નેશનલ લો સ્કૂલ યુનિવર્સિટીમાંથી બિઝનેસ લોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. સનદી અધિકારી તરીકે 20 વર્ષનો અનુભવ ધરાવતા અજય ભાદુ કલેક્ટર, મુખ્યમંત્રીના સચિવ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પદે સેવા આપી ચૂક્યા છે.અજય ભાદુ આ પહેલા સુરત અને જૂનાગઢમાં મદદનિશ કલેક્ટર, ભરૂચ અને મહેસાણામાં જિલ્લા વિકાસ અધિકારી, મહેસાણા જિલ્લા કલેક્ટર, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર, ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં મુખ્ય વહીવટી અધિકારી જેવા વગેરે પદો ફરજ બજાવી ચૂક્યા છે. તેમને શ્રેષ્ઠ કલેકટર તરીકેનો એવોર્ડ પણ મળ્યો છે.

Download Our B K News Today App



Related News