ભારતની પાકિસ્તાન પર ૧૦ વિકેટે જીતજ્હોનિસબર્ગઆઈસીસી અન્ડર-૧૯

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-05 16:19:16
  • Views : 431
  • Modified Date : 2020-02-05 16:19:16

ૈંઝ્રઝ્ર અન્ડર-૧૯ ઃ ભારતની પાકિસ્તાન પર ૧૦ વિકેટે જીતજ્હોનિસબર્ગઆઈસીસી અન્ડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઇનલમાં ભારતીય ટીમે આજે તેના નજીકના હરીફ પાકિસ્તાન ઉપર ૧૦ વિકેટે જીત મેળવીને ફાઇનલમાં કુચ કરી હતી. ભારતીય ટીમ આજની મેચમાંછવાયેલી રહી હતી જ્યારે પાકિસ્તાનના બેટ્‌સમેનો અને બોલરો સંપૂર્ણ નિષ્ફળ રહ્યા હતા. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ૧૭૨ રન બનાવ્યા હતા જેની સામે ભારતે કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના ૩૫.૨ ઓવરમાં આ રન બનાવી લીધા હતા. ભારત તરફથી ઓપનિંગ બેટ્‌સમેન જયસ્વાલ ૧૧૩ બોલમાં ૮ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ૧૦૫ રન કરીને અણનમ રહ્યો હતો. ભારતીય ટીમે આજે તમામ ક્ષેત્રોમાં જારદાર દેખાવ કર્યો હતો અને પાકિસ્તાનની ટીમને પરાજિત કરી હતી. આ મેચમાં પાકિસ્તાન અન્ડર-૧૯ના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જા કે, પાકિસ્તાની કેપ્ટન રોહેલ નઝીરનો આ નિર્ણય ઘાતક સાબિત થયો હતો. પાકિસ્તાન તરફથી હૈદરઅલીએ ૫૬ અને રોહેલ નઝીરે ૬૨ રન કર્યા હતા. બાકીના તમામ બેટ્‌સમેનો નિષ્ફળ રહ્યા હતા. ભારત તરફથી મિશ્રાએ ૨૮ રન આપીને ત્રણ વિકેટ અને કાર્તિક ત્યાગીએ ૩૨ રન આપીને બે વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઇએ પણ બે વિકેટ ઝડપી હતી. ભારતના તમામ બોલરોની બોલિંગ લાઈનલેન્થ સાથે રહી હતી. બીજી બાજુ જીતવા માટેના લક્ષ્યાંકનો પીછો કરતા ભારત તરફથી જયસ્વાલ અને સક્સેના છવાયેલા રહ્યા હતા અને પાકિસ્તાનના કોઇ બોલરોને ખુશ થવાની કોઇ તક આપી ન હતી. જયસ્વાલ ૧૦૫ રન કરીને અણનમ રહ્યો હતો જેમાં ચાર છગ્ગા અને આઠ ચોગ્ગાનો સમાવેશ થાય છે. તમામ બેટ્‌સમેનો હજુ બાકી હોવા છતાં બંને બેટ્‌સમેનોએ પાકિસ્તાનને કોઇ તક આપી ન હતી અને વિના વિકેટે ૧૭૬ રન બનાવી લીધા હતા. હેડ ટુ હેડની વાત કરવામાં આવે તો ચાર વખતના ચેÂમ્પયન ભારતે સતત ત્રીજી વખત વર્લ્ડકપની સેમિફાઇનલમાં કુચ કરીને નવો રેકોર્ડ કર્યો હતો. પાકિસ્તાન સામે આજે રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે જારદાર દેખાવ કર્યો હતો. હજુ સુધી વર્તમાન અન્ડર ૧૯ વર્લ્ડકપમાં બંને ટીમો અપરાજિત રહી હતી પરંતુ ભારતે આજે તેને હાર આપી હતી. સર્વોચ્ચ સ્તરની જેમ જ ભારતીય જુનિયરોએ પણ પાકિસ્તાન પર હંમેશા પ્રભુત્વ જમાવ્યું છે. જા કે, એકંદરે રમાયેલી નવ મેચમાં પાકિસ્તાને પાંચ અને ભારતે ચાર મેચો મેચ પહેલા જીતી હતી. હવે ૧૦ મેચો પૈકી બંને ટીમોએ ૫-૫ મેચ જીતી લીધી છે. 


Download Our B K News Today App



Related News