ધાનેરા તાલુકા પંચાયતનું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 13:31:03
  • Views : 426
  • Modified Date : 2020-03-18 13:31:03

ધાનેરા તાલુકા પંચાયતનું  અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર

ધાનેરા તાલુકા પંચાયત ખાતે મંગળવારે સાધારણ સભા બોલાવવામાં આવી હતી. જેમાં બજેટનો મુદ્દો આવતા ઉગ્ર ચરસાચરસી થવા પામી હતી. બજેટ ના મંજૂર કરવા માટે સભ્યો દ્વારા જણાવવામાં આવતા મામલો ગરમ બન્યો હતો. પરંતુ  જિલ્લા ડેલીગેટોએ કેટલાંક સદસ્યોને અંગત રૂમમાં બોલાવી મંત્રણા કરતા આ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યુ હતુ. જ્યારે  મીડિયાને આ બેઠકથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.મંગળવારે ધાનેરા તાલુકા પંચાયતના બજેટ બાબતે ૧૧-૦૦ કલાકે બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ આ બેઠકમાં તમામ સભ્યો હાજર રહ્યા હતા. તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષાબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જેમાં વર્ષ ૨૦૨૦-૨૦૨૧ નું અંદાજપત્ર તેમજ વર્ષ ૨૦૧૯-૨૦ નું સુધારેલ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.  જેમાં ખર્ચ ને આવકના આંકડાઓ તાલુકાપંચાયતના હિસાબનીસે વાંચી સંભળાવ્યા હતા. પરંતુ આ આંકડાની માયાજાળમાં અડધા ઉપરના સભ્યોને ખબર પણ પડી નહોતી. તેમજ અધિકારીઓ પણ આ માયાજાળ જાણી શક્યા નહોતા. જેથી સભામાં આ બાબતે હળવા હાસ્ય જેવો માહોલ રહ્યો હતો.  આ અંદાજપત્ર મંજૂર કરવા બાબતે પોતાનો મત આપવા જણાવતા મોટા ભાગના સભ્યોએ આ અંદાજપત્ર ના મંજૂર કરવા માટે જણાવવામાં આવ્યુ હતુ તેમજ આ અંદાજપત્રમાં કેટલીક બાબતોની ચોખવટ ના થતાં ભારે હંગામો મચ્યો હતો અને સત્તાધારી પક્ષના સભ્યોએ જ આ બાબતે વિરોધ નોધાવ્યો હતો. પરંતુ જિલ્લા પંચાયતના ભાજપના સભ્યોએ આ તમામ સભ્યો સાથે કારોબારી ચેરમેનની રૂમમાં અંગત બેઠક ગોઠવી હતી અને ઘી ના ઠામમાં ઘી ભેળવીને ફરીથી આ સભામાં આવ્યા હતા. આ સભ્યોએ તમામની હાકલમાં હાકલ કરીને સર્વાનુમતે આ અંદાજપત્રને મંજુર કરવામાં આવ્યુ હતુ. આ અંદાજપત્રમાં જોતા ગત વર્ષના અંદાજપત્રની બેઠી કોપી કરવામાં આવી હતી. જેમાં એક પણ રૂપિયાનો સુધારો કરેલ  


Download Our B K News Today App



Related News