ATM ક્લોન કરી ફ્રોડ કરતી ગેંગ ઝડપાઈ, પ્લેનમાં સુરત આવી ઘટનાને અંજામ આપતા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-20 16:51:35
  • Views : 354
  • Modified Date : 2020-09-20 16:51:35

       શહેરમાં એટીએમમાંથી રૂપિયા ઉપડી જવાની ઘણી ફરિયાદો આધારે પોલીસએ તપાસ હાથ ધરી હતી. જેમાં આજે સુરત ક્રાઈમ બ્રાન્ચે ATM ક્લોન કરી છેતરપિંડી કરતી ગેંગના 5ને ઝડપી પાડ્યા છે. આ ગેંગના સભ્યો બિહારથી દિલ્હી અને દિલ્હીથી પ્લેનમાં સુરત આવી ઘટનાને અંજામ આપતા હોવાની કબૂલાત કરી છે.સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એટીએમમાંથી બે દિવસ પહેલા યુવકોના રૂપિયા ઉપડી જવાની ફરિયાદ નોંધાઈ હતી.દરમિયાન છેલ્લા ઘણા સમયથી એટીએમમાંથી રૂપિયા ઉપડી જવાની ફરિયાદો વધી રહી હતી. જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી અને હ્યુમન ઈન્ટેલિજન્સ સોર્સીસ દ્વારા એટીએમ ક્લોન કરી છેતરપિંડી કરતી ગેંગના પાંચને પાંડેસરા કૈલાશ નગર ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે.આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, વોન્ટેડ આરોપી મનિષકુમાર સાથે મળી બિહારથી દિલ્હી અને દિલ્હીથી સુરત ફ્લાઈટ મારફતે આવીને ડિંડોલી, ઉધના, લિંબાયત, સચિન જીઆઈડીસી, પાંડેસરા, પુણા વિસ્તારમાં આવેલા એક્સિસ બેંકના એટીએમને નિશાન બનાવતા હતા. ત્યારબાદ રૂપિયા ઉપાડવા આવતા લોકોના એટીએમ ક્લોન કરી દિલ્હીના ફિરોજપુર જઈ રૂપિયા ઉપાડી લેતા હતા. સુરત શહેર સાથે મુંબઈ, દિલ્હી, બિહાર, ઝારખંડ, ઉતરપ્રદેશ સહિતના રાજ્યોમાં આ રીતે ગુના આચર્યા હોવાની કબૂલાત કરી છે. જેથી પોલીસને વણશોધાયેલા આઈટી એક્ટના 4, ઘરફોડ ચોરીના 6 મળી કુલ 10 ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.આરોપીઓ બિહારથી દિલ્હી અને દિલ્હીથી સુરત ફ્લાઈટ મારફતે આવી અલગ અલગ ટીમ બનાવી એક્સિસ બેંકના એટીએમને ટાર્ગેટ બનાવતા હતા. ત્યારબાદ એટીએમ મીશનનું હુડ ડુપ્લિકેટ ચાવીથી ખોલી તેની અંદર કાર્ડ રીડરની સાથે પોતાની પાસે રહેલા સ્કિમર મશીન લગાવી દેતા હતા. ત્યારબાદ રૂપિયા ઉપાડવા આવનાર વ્યક્તિના કાર્ડનો ડેટા ચોરી કરી જે તે વ્યક્તિ જે પીન એન્ટર કરે તે પીન બાજુમાં ઉભા રહી પોતાના મોબાઈલમાં નોંધી લેતા હતા. ત્યારબાદ એટીએમમાંથી મેળવેલો ડેટા લેપટોપ પર ચડાવી મિનિટુલ્સ સોફ્ટવેર મારફતે રાઈટર મશીનનો ઉપયોગ કરી ડુપ્લિકેટ એટીએમ બનાવતા હતા. ત્યારબાદ દિલ્હી, બિહારના શહેરમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા.

Download Our B K News Today App



Related News