અમિત શાહે ઈન્કમટેક્સ બ્રિજ અને લાઈબ્રેરીનું લોકાર્પણ કર્યું, મુખ્યમંત્રી-ગૃહ રાજ્યમંત્રી હાજર રહ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-03 18:03:15
  • Views : 492
  • Modified Date : 2019-07-03 18:03:15

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 અને 4 જુલાઈના રોજ ગુજરાત પ્રવાસે છે. જેને પગલે આજે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. જ્યાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ અને સૌરભ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. તેની સાથે સાથે કાર્યકરો અને ભાજપના આગેવાનોએ પણ તેમને આવકાર્યા હતા. ત્યાર બાદ અમિત શાહે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઈન્કમટેક્સ સર્કલ પર બાંધવામાં આવેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. જ્યાં બ્રિજના બંને છેડે પક્ષના કાર્યકરો તેમનું અભિવાદન કર્યું હતું. ત્યાર બાદ તેઓ ઈન્કમટેક્સ કચેરી પાછળ આવેલા દિનેશ હોલમાં યોજાનારા કાર્યક્રમમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નારણપુરા ખાતે બાંધવામાં આવેલા સ્વ. ડી.કે.પટેલ કોમ્યુનિટી હોલ અને મ્યુનિસિપલ લાઈબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું.આ કાર્યક્રમમાં જ ગાંધીનગર લોકસભા વિસ્તારની 5 જેટલી તલાટી કચેરીઓનું પણ લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે.આ વિવિધ લોકર્પણો કર્યા બાદ તેઓ ગુજરાત યુનિર્વિસટીના જીએમડીસી કન્વેન્શન હોલ ખાતે ગાંધીનગર લોકસભા વિસ્તારના કાર્યકરોના અભિવાદન સમારોહમાં હાજરી આપશે.જ્યારે 4 જુલાઈના રોજ અષાઢી બીજ નિમિત્તે પરોઢિયે 4 કલાકે જમાલપુર સ્થિત જગદીશ મંદિર ખાતે મંગળા આરતીમાં ભાગ લેશે અને મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવેલા ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથના દર્શન કરશે. 

Download Our B K News Today App



Related News