ગૃહમંત્રી અમિત શાહ 29મીએ અમદાવાદમાં, ઇ-બસ અને મિશન મિલિયન ટ્રીના સમાપન સમારોહમાં હાજરી આપશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-26 17:49:24
  • Views : 477
  • Modified Date : 2019-08-26 17:49:24

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 29મીના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. અમદાવાદ અને ગાંધીનગરના બે કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. અમદાવાદમાં 29મીએ સોલા સાયન્સ સિટી રોડ પર આવેલા એએમસીના પ્લોટમાં મિશન મિલિયન ટ્રીઝના સમાપન સમારોહમાં ઉપસ્થિતિ રહેશે.AMC દ્વારા લોકો સાથે મળી અને મિશન મિલિયન ટ્રીની ઝુબેંશ હાથ ધરી હતી. જેમા 10 લાખથી વધુ વૃક્ષો ઉગાડવાનું આયોજન કરાયું હતું. 29મીએ અમિત શાહના હસ્તે મિશન મિલિયન ટ્રીનું સમાપન કરવામાં આવશે. ઉપરાંત AMC દ્વારા શરૂ કરવામાં આવેલી ઇ-બસોનું પણ લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે. સાયન્સ સિટી રોડ પર આવેલા વર્ટિસ ટાવરની બાજુમાં આવેલા કોર્પોરેશનના પ્લોટમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેની AMC દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, અમિત શાહ ગાંધીનગરમાં આવેલી પીડીપીયુ કોલેજના એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

Download Our B K News Today App



Related News