કોંગ્રેસ અને તેના નેતાઓ હવે માફી માંગી લે ઃ અમિત શાહનવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-15 12:44:19
  • Views : 472
  • Modified Date : 2019-11-15 12:44:19


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાફેલ ડિલના મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારીને કહ્યું હતું કે, આ ચુકાદો એવા નેતાઓ અને પક્ષોને જડબાતોડ જવાબ તરીકે છે જે લોકો આધારવગરની ઝુંબેશ ચલાવી રહ્યા હતા. બદનામ કરવાના પ્રયાસો કરી રહ્યા હતા. આ પ્રકારના નેતાઓ અને પક્ષોએ હવે માફી માંગવી જાઇએ. આધાર વગરની ઝુંબેશ બદલ કોંગ્રેસે માફી માંગવી જાઇએ. ભાજપ તરફથી કેન્દ્રીયમંત્રી અમિત શાહ ઉપરાંત કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદ તથા અન્યોએ પણ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી ઉપર આક્ષેપ કર્યા હતા. અમિત શાહ Âટ્‌વટ કરીને કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સાબિત થઇ ગયું છે કે, રાફેલ યુદ્ધ વિમાન સોદાબાજી મામલામાં સંસદમાં ખલેલ પહોંચાડવાની બાબત ખુબ જ શરમજનક કૃત્ય તરીકે હતી. સુપ્રીમ કોર્ટે રાફેલ મામલામાં સમીક્ષા અરજીઓને ફગાવી દેતા આ પ્રકારના નેતાઓ અને તેમના પક્ષોને મોટો ફટકો પડી ગયો છે. અમિત શાહે કહ્યું હતું કે, આજનો ચુકાદો ફરી એકવાર નરેન્દ્ર મોદી સરકારની વિશ્વસનીયતા પૂરવાર કરે છે. કારણ કે, સરકાર પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્તરીતે કામ કરી રહી છે. સુપ્રીમ કોર્ટ તરફથી આજનો ફટકો મળ્યા બાદ કોંગ્રેસ અને તેના નેતાઓની નીતિઓ રાષ્ટ્રીય હિતોથી પણ અલગ દેખાઈ રહી છે તે બાબત પુરવાર થઇ છે. રાષ્ટ્રની કોંગ્રેસે માફી માંગવી જાઇએ. કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધીએ છેલ્લી લોકસભાની ચૂંટણી પહેલા આક્રમક ઝુંબેશ ચલાવી હતી. ૩૬ રાફેલ ફાઇટર જેટ વિમાનો ફ્રાંસ પાસેથી હાંસલ કરવાની મલ્ટીબિલિયન ડોલરની સોદાબાજી સામે આ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. દેખાવો દરમિયાન વિરોધ પક્ષોએ સંસદના બંને ગૃહોની કામગીરીને ખોરવી નાંખી હતી. સુપ્રીમ કોર્ટે આજે મોદી સરકારને ૩૬ સંપૂર્ણપણે લોડેડ રાફેલ ફાઇટર જેટ વિમાનોની ખરીદી મામલામાં મોદી સરકારને ક્લીનચીટ આપી હતી. ફ્રાંસની કંપની પાસેથી રાફેલ જેટ વિમાનોની ખરીદી અંગે આ ક્લીનચીટ આપવામાં આવી હતી. સાથે સાથે આ સોદાબાજીમાં એફઆઈઆર દાખલ કરવા અને તપાસ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સીબીઆઈ દ્વારા એફઆઈઆરની નોંધણી માટેની માંગ કરતી અરજીને ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ૧૪મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે સમીક્ષાની માંગ કરતી દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી હતી. ૧૪મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે તેના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ૩૬ રાફેલ જેટ વિમાનોની ખરીદી મા નિર્ણય લેવાની પ્રક્રિયામાં કોઇ શંકા નથી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા બાદ આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે.


Download Our B K News Today App



Related News