28-29મીએ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે મંત્રીમંડળનું થઇ શકે છે વિસ્તરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-27 11:24:54
  • Views : 524
  • Modified Date : 2019-08-27 11:24:54

જમ્મુ કાશ્મીરમાં ૩૭૦મી કલમ હટાવ્યા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની પ્રથમ મુલાકાતે આવી રહ્યાં છે. આગામી તા.૨૮.૨૯મી ઓગષ્ટે અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. તેમના આગમનને પગલે ગુજરાતના રાજકારણમાં કઇંક નવાજૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે.

અમિત શાહ ગુજરાતના પ્રવાસ દરમિયાન ભાજપના નેતાઓ સાથે રૂપાણીના મંત્રીમંડળમાં ફેરફાર કરવાની ચર્ચા કરી શકે છે.આ ઉપરાંત સંગઠનમાં આમૂલ પરિવર્તન કરી ગુજરાત ભાજપના સંગઠનની બાગડોર સોંપવા અગે પણ નિર્ણય લઇ શકે છે.ગુજરાત ભાજપના નેતાઓ અમિત શાહના આ મુલાકાતને મહત્વની માની રહ્યાં છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના બે દિવસીય કાર્યક્રમને આખરી ઓપ આપી દેવાયો છે. ૨૮મીએ અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચશે ત્યારે ભાજપના કાર્યકરો દ્વારા તેમનુ જોરદાર સ્વાગત કરવામાં આવનાર છે જેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

આ જ દિવસે મોડી સાંજે અમિત શાહ તેમના નિવાસસૃથાને ભાજપના ટોચના પ્રદેશના નેતાઓ સાથે બેઠક યોજી શકે છે. આ બેઠકમાં મંત્રીમડળનુ વિસ્તરણની ચર્ચા થઇ શકે છે. આ ઉપરાંત ગુજરાત ભાજપના સંગઠનમાં ય ફેરફાર કરવા મુદ્દે પણ વાતચીત થઇ શકે છે. સાથે સાથે આગામી ઓક્ટોબરમાં વિધાનસભાની સાત બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીનો ય મુદ્દો ઉઠી શકે છે. 

૨૯મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે દસ વાગે અમદાવાદના સાયન્સ સિટીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિલિયન ટ્રી કાર્યક્રમમાં હાજરી આપશે.

આ જ સૃથળે તેઓ ગુજરાતની પ્રથમ બેટરી સંચાલિત એએમટીએસ બસનુ પ્રસૃથાન કરાવશે. બપોરે ત્રણ વાગે ગાંધીનગરમાં ભારત સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણને લઇને રાજ્યના તમામ કલેક્ટરો સાથે બેઠક કરી ચર્ચા કરશે. સાંજે પાંચ વાગે ગાંધીનગરમાં પંડિત દિનદયાલ યુનિવર્સિટી ખાતે યોજાનાર પદવીદાન સમારોહમાં ય અમિત શાહ ઉપસિૃથત રહેશે. આમ,  અમિત શાહની આ મુલાકાત બાદ જ મંત્રીમંડળના વિસ્તરણની હલચલ થઇ શકે છે.

Download Our B K News Today App



Related News