ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મતદાતાઓને રિઝવા અમિત શાહનો જંગી રોડ શો

  • Published By :
  • Published Date : 2019-04-21 12:11:43
  • Views : 477
  • Modified Date : 2019-04-21 12:11:43

આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચાર થંભી જશે.પ્રચાર દિવસના છેલ્લા દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાણંદમાં રોડ શો યોજી રહ્યાં હતો. રોડ શો પહેલા આ પહેલા તેમણે ઘાટલોડીયા, બોડકદેવ, થલતેજ, વેજલપુર, સરખેજ વોર્ડના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે બેઠક યોજી હતી અને આ વિસ્તારના લોકો સાથે જન સંપર્ક પણ કર્યો હતો.અમિત શાહે પોતાના મતવિસ્તાર સાણંદમાં છેલ્લા દિવસે રોડ શો કરી મતદારો સુધી પહોંચવાનો વ્યૂહ અપનાવ્યો હતા. આ રોડ શોમાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. અમિત શાહ આજે સાંજે પાંત વાગ્યે ચૂંટણી પ્રચારના પડધમ શાંત થાય તે પહેલાં પોતાના મતક્ષેત્રની સરખેજ, વેજલપુર સાણંદ જેવી બેઠકો પરના વોટ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે.સવારે અમિત શાહે અમદાવાદ શહેરના સિંધુ ભવન અને પ્રહલાદ નગર ખાતે વિવિધ સોસાયટીના પ્રમુખો અને સેક્રેટરીઓ સાથે બેઠક યોજી હતી. સાણંદમાં શરૂ થયેલો રોડ શો ગઢિયા ચાર રસ્તા ખાતે સમાપ્ત થયો હતો. સાત લાખ મતોની લીડથી અમિત શાહના વિજય થાય તેવા સંકલ્પ સાથે આ રોડ શો સમાપ્ત થયો હતો.


Download Our B K News Today App



Related News