દિલ્હી શોભાયાત્રામાં થયેલી બબાલ બાદ એક્શનમાં અમિત શાહ, પોલીસને આપ્યા મોટા આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-17 10:18:30
  • Views : 270
  • Modified Date : 2022-04-17 10:18:30

 

દિલ્હીમાં હનુમાન જયંતી શોભાયાત્રા હિંસાનો મામલો

ગૃહમંત્રી અમિત શાહે પોલીસ કમિશનર સાથે કરી વાત

કડક પગલાં ભરવાનો આપ્યો આદેશ

દિલ્હી જહાંગીરપુરીમાં હનુમાન જયંતિ શોભાયાત્રામાં થયેલી બબાલ બાદ તરત જ ગૃહમંત્રી અમિત શાહે આ ઘટનાને લઈને દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વાત કરી. ગૃહમંત્રીએ પોલીસ કમિશનર સાથે વાત કરી અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનો તથા તોફાનીઓ સામે કડક હાથે કામ લેવાનો નિર્દેશ આપ્યો છે. 

 

તોફાનીઓને છોડાશે નહીં: કમિશનર

દિલ્હી પોલીસ કમિશનરે દાવો કર્યો હતો કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું છે કે આ ઘટનામાં સામેલ બદમાશોને છોડવામાં આવશે નહીં. 

 

ઉપદ્રવ બાદ દિલ્હી પોલીસ એલર્ટ પર
જહાંગીરપુરીની ઘટના બાદ દિલ્હી પોલીસ એલર્ટ પર છે. દિલ્હી પોલીસના કમિશ્નરે તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને પેટ્રોલિંગ કરવાનો નિર્દેશ આપ્યો છે.

હિંસામાં બે પોલીસકર્મી ઘાયલ
દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં થયેલી હિંસામાં બે પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા. ઘાયલ પોલીસકર્મીઓની બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બદમાશોએ પથ્થરમારો કરવાની સાથે સાથે બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.

આખો વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો
જહાંગીરપુરીમાં થયેલી હિંસા બાદ દિલ્હી પોલીસે સુરક્ષા વધારી દીધી છે. સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે. વધારાના સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

 

 

Download Our B K News Today App



Related News