અમિત જેઠવા હત્યા કેસમાં.... પૂર્વ સાંસદ દિનુ અને ....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-11 14:19:28
  • Views : 403
  • Modified Date : 2019-07-11 14:19:28

જૂનાગઢના આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવાની ચકચારી હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દીનું બોધા સોલંકી તેમજ તેના ભત્રીજા શિવા સોલંકી સહિત સાત આરોપીને સીબીઆઈ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. CBI કોર્ટે તમામ આરોપીને સંભળાવી સજા. સીબીઆઈ કોર્ટે અમિત જેઠવા હત્યા કેસના તમામ આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. સીબીઆઈ ચુકાદો આવતા જ રાજ્યભરમાં સનસનાટી મચી જવા પામી હતી.  CBI કોર્ટે પૂર્વ સાંસદ દીનુ સોલંકી અને શિવા સોલંકી, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણને આજીવન કેદ ફટકારી છે. કોર્ટે દીનુ સોલંકી અને શિવા સોલંકીને આજીવન કારાવાસ ઉપરાંત રૂ.15 લાખનો દંડ ફટકાર્યો છે.  RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની 2010માં થઈ હતી હત્યા.આ હાઇપ્રોફાઇલ કેસમાં સીબીઆઈના ખાસ જજ કે.એમ.દવેએ દીનુ બોંઘા સોલંકી, શિવા સોલંકી, શૈલેષ પંડયા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ ,બહાદુર વાઢેર (પોલીસકર્મી) અને સંજય ચૌહાણને દોષિત ઠેરવીને કસ્ટડીમાં લીધા હતા. આરોપીઓને સજા અંગેનો ચુકાદો આગામી 11મી જુલાઈના રોજ જાહેર કરશે.   જૂનાગઢના આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની 20મી જુલાઈ 2010ના રોજ ગુજરાત હાઇકોર્ટ સામે આવેલ સત્યમેવ કોમ્પ્લેક્સ પાસે ગોળી મારી હત્યા કરાઈ હતી. જેમાં સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે દીનું બોઘા સોલંકીના ભત્રીજા શિવા સોલંકી સહિત અન્યોની ધરપકડ કરી હતી.અમિત જેઠવાની હત્યા કેમ ?જૂનાગઢ અને ખાસ તો કોડિનાર આસપાસ થતું બેફામ ગેરકાયદે ખનિજ ખનન દીનુ બોઘા સોલંકીના નિયંત્રણ, દિશોદોર હેઠળ થતું હોવા વિષે અમિત જેઠવાએ ખૂબ આરટીઆઈ કરેલી અને આ અંગે હાઇકોર્ટમાં પીઆઈએલ પણ કરી. જેમાં દીનુ બોઘા સોલંકી સહિતનાઓને પક્ષકાર બનાવી ખુલ્લો મોરચો માંડેલો. તેના પિતાના કહેવા મુજબ, આ દરમિયાન પણ તેને મારી નાંખવાની ધમકીઓ મળેલી. જે દિવસે હાઇકોર્ટમાં પીઆઈએલ થઈ એ જ દિવસે હાઇકોર્ટના ગેટની સામે જ સત્યમેવ બિલ્ડિંગમાંથી પોતાના વકીલને મળી નીકળેલા અમિત જેઠવા પર ફાયરિંગ થયું, જેમાં તેમનું મૃત્યુ થયેલું. મૃત્યુના દિવસે જ હાઇકોર્ટમાં કેટલાંક ખાસ વકીલ મિત્રો સમક્ષ અમિત જેઠવાએ પોતાના પર હુમલો થવા અંગેનો ભય પણ વ્યક્ત કર્યો હતો જે થોડી જ મિનિટોમાં સાચો પડયો હતો.ન્યાયતંત્રની જીત થઈ છે : ભીખાભાઈ હત્યા પામેલા અમિતના પિતા ભીખાભાઈ જેઠવાએ પત્રકારોને જણાવ્યું કે આજે મારા પુત્રની હત્યાના ગુનામાં સીબીઆઈ કોર્ટે જે પ્રકારનો ચુકાદો આપ્યો છે તેનાથી ન્યાયતંત્ર અને સંવિધાનની જીત થઈ છે.192માંથી 155 સાક્ષી હોસ્ટાઇલ થઈ ગયા આ કેસની સુનાવણી દરમિયાન 192 સાક્ષીઓમાંથી 155 સાક્ષી હોસ્ટાઇલ થઈ ગયા હતા. રિકોલ કરાયેલા દીનુ બોઘા સોલંકીના ફાર્મ હાઉના નોકર રામા રાઝાસહિત 27 સાક્ષીઓની સીબીઆઈ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઈ હતી. આમાં પણ કેટલાક સાક્ષીઓ હોસ્ટાઇલ થઈ ગયા હતા.ષડ્યંત્ર ઘડાતું જોનાર સાક્ષી રામા હાજાણીફાર્મ હાઉસ પર ષડ્યંત્ર રચાયું તે વખતનો સાક્ષી રામા હાજાણી અમિત જેઠવા હત્યા કેસના ષડ્યંત્રનો એકમાત્ર સાક્ષી રામા હાજાણી હતો. જે ફાર્મ ઉપર મિટિંગ મળી હતી તે જેઠવાની હત્યાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું હતં તે જગ્યાએ તે હાજર રહ્યો હતો.

Download Our B K News Today App



Related News