પાલનપુર અમીરગઢ નેશનલ હાઇવે રક્તરંજીતઅમીરગઢ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-11 16:46:57
  • Views : 775
  • Modified Date : 2020-02-11 16:46:57

પાલનપુર અમીરગઢ નેશનલ હાઇવે રક્તરંજીતઅમીરગઢ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને અમીરગઢ નેશનલ હાઈ-વે પર મોડી સાંજે ગોઝારો ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે ૩ ના મોત થયા હતા. જ્યારે અકસ્માતમાં ૧૦ થી પણ વધુ લોકોને નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બનાસકાંઠા જિલ્લામાં માર્ગ-અકસ્માતના બનાવોમાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં અનેક નાના-મોટા અકસ્માતમાં અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે વધુ એક અકસ્માત મોડી સાંજે પાલનપુર અને અમીરગઢ નેશનલ હાઈ-વે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં મિનિટ્રક, લકઝરી અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ગાડીમાં સવાર ૪ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જ્યારે લકઝરીમાં સવાર  અન્ય ૧૩ થી પણ વધુ લોકોને નાની-મોટી ઈજાઓ થતા તાત્કાલિક આજુબાજુના લોકોએ દોડી આવી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તેમજ અમીરગઢ પોલીસે પણ ઘટનાસ્થળે દોડી આવી રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી. ત્યારે આ અકસ્માતને લઈ સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. 


Download Our B K News Today App



Related News