આવતીકાલે ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 147 તાલુકામાં મેઘમહેર, ધોળકામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-28 13:29:01
  • Views : 478
  • Modified Date : 2020-08-28 13:29:01

     આવતીકાલથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 147 તાલુકામાં 3 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, સૌથી વધારે 3 ઈંચ અમદાવાદના ધોળકામાં નોઁધાયો છે. આજે સવારથી સામાન્ય વરસાદ રાજ્યમાં પડી રહ્યો છે અને 22 તાલુકામાં અડધા ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ય વરસાદના આંકડા અનુસાર આજે સવારે 6 વાગે પૂરા થતાં 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 147 તાલુકામાં વરસાદ નોધાયો છે. તેમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ અમદાવાદના ધોળકામાં નોઁધાયો છે. જ્યારે દેવભૂમિદ્વારકાના કલ્યાણપુરમાં પણ 3 ઈંચ જેટલો 72 મિમિ વરસાદ નોઁધાયો છે. અમરેલીના રાજુલામાં 2 ઈંચ, સુરતના ઉમરપાડા અને પાલસણામાં દોઢ ઈંચ, પોરબંદરના રાણાવાવ, ભરૂચના નેત્રંગ, સુરતના માંગરોળ, તાપીના ડોલવણ, પોરબંદર અને મહેસાણાના કડીમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.

Download Our B K News Today App



Related News