પ્લીસ હું તમારા ઘરની અંદર આવીને મારો પાયજામો સીધો કરીને પહેરી શકું? પછી થયું આ ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-27 20:28:43
  • Views : 917
  • Modified Date : 2019-06-27 20:28:43

આજે બપોરે અઢી વાગ્યેની આસપાસ સેટેલાઇના એક બંગલામાં રહેતા સીનીયર સીટીઝનના દરવાજે બેલ વાગે છે. આ વૃદ્ધ દરવાજો ખોલતા જ સામે સ્વરૂપવાન યુવતિ ઉભેલી હોય છે. વૃદ્ધ તેમને ઓળખતા નથી પરંતુ યુવતિ હસતી હસતી તેમજ થોડુ સરમાઇને એવું બોલે છે અંકલ આજે ઘરેથી હું ઉતાવળમાં નીકળી ત્યારે ભૂલથી પાયજામો ઉંધો પહેરી લીધો હતો. હવે મારે ઓફિસે તાત્કાલિક પહોંચવાનું છે. ઉંધો પાયજામો પહેરીનો ઓફિસે જાઉં તો કેવું લાગે? તો પ્લીસ હું તમારા ઘરની અંદર આવીને મારો પાયજામો સીધો કરીને પહેરીને શકું?આવું સાંભળીને સીનીયર સીટીઝન ના પાડી શક્યાં ન હતા. અને તેમને પણ ખુબ જ ઉત્સાહથી કહ્યું કે આ તારુ જ ઘર છે મારા રૂમમાં જઇને પાયજામો બદલી નાખ. ત્યાર બાદ યુવતિ ઘરમાં દાખલ થઇ હતી અને આ સમયે સીનીયર સીટીઝન ના પત્ની પણ ઘરમાં ન હતા. કોઇ કામથી તેઓ બહાર ગયા હતા. સીનીયર સીટીઝનએ પાણીનો વિવેક કરતા યુવતિએ ખુબ જ વિનમ્રતાથી કહ્યું કે અંકલ તમે સોફા પર બેસો હું મારી જાતે પાણી પી લઉં છું. ત્યાર બાદ આ યુવતિએ ફ્રિજ ખોલીને સીનીયર સીટીઝન ને પણ પાણીનો ગ્લાસ આપ્યો હતો. ત્યાર બાદ કહ્યું મારે મોડું થાય છે હું પાયજામો બદલી લઉં છું. આવું કહીને યુવતિ અંદરના રૂમમાં ગઇ હતી. અંદર જઇને યુવતિએ દરવાજો અડધો ખુલ્લો રાખ્યો હતો. બીજી બાજુ સીનીયર સીટીઝન સોફા પર શાંતિથી યુવતિ પાયજામો બદલીને પરત આવે તેની રાહ જોતા હતા. 

દરમ્યાન ફરીથી કોઇએ ડોરબેલ વગાડી હતી આથી વૃદ્ધે ઉભા થઇ દરવાજો ખોલતા નવા આંગુતકને જોયા હતા. ખુબ જ હટાકટા દેખાતા ત્રણથી ચાર જણા વૃદ્ધને હડસેલો મારીને ઘરમાં ઘૂસી ગયા હતા. આ સમયે યુવતિ પણ તુરંત રૂમની બહાર આવી ગઇ હતી એટલું જ નહીં તેને જોરશોરથી બુમાબુમ શરૂ કરી હતી. એટલું જ નહીં યુવતિએ આ વૃદ્ધ પર આક્ષેપ મુક્યો હતો કે હું પાયજામો બદલવા રૂમમાં ગઇ ત્યારે આ અંકલ આ રૂમમાં ઘૂસી આવ્યાં હતા અને મારી સાથે શારીરિક છેડછેડા શરૂ કરી હતી. આથી મે ગમે તેમ કરીને તેમનાથી છૂટકારો મેળવી રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો ત્યાર બાદ તુરંત જ મદદ માટે ફોન કર્યો હતો. યુવતિનો ગંભીર આક્ષેપ સાંભળીને સીનીયર સીટીઝન પણ સ્તબ્ઘ થઇ ગયા હતા. ભરબપોરે ખુબ જ દેખાવડી યુવતિએ બુમાબુમ શરૂ કરતા સીનીયર સીટીઝન ગભરાયા હતા. આખરે આ ટોળકીએ સીનીયર સીટીઝન ને બળાત્કાર કે છેડતીની ફરિયાદથી બચવા સમાધાન કરવા અને તે પેટે 25 હજાર રૂપિયા આપવાની માગણી કરી હતી. આ સાંભળી શું કરવું તેની વૃદ્ધને સમજણ પડતી ન હતી. 

બીજી બાજુ ભરબપોરે સામસામી બુમાબુમ સાંભળી પાડોશીઓ પણ દોડી આવ્યાં હતા. જેમાં કેટલાક યુવાનો પણ હતા. તેઓએ સમગ્ર હકિકત સાંભળી હતી. આથી બધાને તુરંત ખ્યાલ આવી ગયો કે સીનીયર સીટીઝન નો આમા કોઇ વાંક નથી અને આવેલા શખ્સો અને યુવતિ ઠગાઇ કરવાના હેતુથી જ પ્લાન કરીને આવ્યાં હતા આથી યુવાનોએ પોલીસ બોલાવવાનું કહેતા ઠગ ટોળકી ગભરાઇ હતી તેમજ એવી દલીલ કરી હતી કે અમે પણ સમાજમાં રહીએ છીએ. અમારે આ યુવતિને બદનામ નથી કરવી માટે જતા રહ્યાં છીએ.પરંતુ કેટલાક યુવકોએ ગુસ્સે થઇ ટોળકીના સભ્યો સાથે ઝપાઝપી કરી હતી. આથી ઠગાઇ ટોળકીને અહેસાસ થઇ ગયો હતો કે અહીંથી કશું મળવાનું નથી. ત્યાર બાદ આ યુવકો અને પાડોશીઓએ સીનીયર સીટીઝનને પોલીસમાં ફરીયાદ કરવાનું કહ્યું હતું. પરંતુ વૃદ્ધે ફરિયાદ કરીને પોલીસના લફડામાં નહીં પડવાનું કહ્યું હતું આ ઠગ ટોળકીને યુવાનો ચેતવણી આપી હતી જો હવે ફરીથી આ બાજુ જોવા મળ્યા તો અમે તમને પોલીસને સોંપી દઇશું. ઉલ્લેખની છે કે શહેરના પોશ વિસ્તારમાં અવારનવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા રહ્યાં છે. પોલીસના ચક્કરમાં પડવાની બીકના કારણે આવી ઠગ ટોળકીને પ્રોત્સાહન મળી રહ્યાં છે જેને પુરો લાભ ઉઠાવી બ્લેકમેલ કરે છે.

Download Our B K News Today App



Related News