AMC નવરંગપુરા-નારણપુરા વોર્ડમાં જ રૂ. 12 કરોડના ખર્ચે રસ્તા રિસરફેસ કરશે, બાકીના વોર્ડનો કોઇ ઉલ્લેખ જ નહીં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-10 16:15:06
  • Views : 373
  • Modified Date : 2020-09-10 16:15:06

       આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 35 કામો હતા. જેમાં મોટાભાગે રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના કામો હતા તે મંજૂર કરવામાં આવ્યા છે. આગામી નવેમ્બર માસમાં ચૂંટણીને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા રોડ અને બિલ્ડીંગના કામો શરૂ કર્યા છે. રૂ.12 કરોડના ખર્ચે શહેરના નવરંગપુરા અને નારણપુરા વોર્ડના રસ્તાઓ રિસરફેસ કરવામાં આવશે. એકમાત્ર કોન્ટ્રાક્ટ દિશા કન્સ્ટ્રક્શનને ઘટાડેલા ભાવ મુજબ અંદાજી ભાવથી 23.40 ટકા વધુ વધુના ભાવ ચૂકવી અને માત્ર બે વોર્ડના રોડ રસ્તા 12 કરોડના ખર્ચે રિસરફેસ કરવામાં આવશે. બાકીના વોર્ડમાં પણ અનેક રોડ રસ્તાઓની હાલત ખુબજ ખરાબ થઈ ગઈ છે. જુદા જુદા વોર્ડના નાગરિકો પણ આ રોડ રસ્તાથી હેરાન પરેશાન છે પરંતુ માત્ર બે વોર્ડ જ કેમ રિસરફેસ માટે મંજૂર કરવામાં આવ્યા તેના પર સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છેગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના મત વિસ્તારમાં આવતા રામોલ-હાથીજણ વોર્ડમાં વિવેકાનંદનગર અને વિનોબાભાવેનગરને જોડવા માટે ખારી નદી પર બ્રિજ બનાવવાનું કામ પણ તાત્કાલિક ધોરણે મંજૂર કરી દેવામાં આવ્યું છે. વર્ષોથી આ પ્રશ્ન હતો અને તેનો ઉકેલ ચૂંટણીના વર્ષમાં જ આવી ગયો છે અને આશિષ બ્રિજકોનને અંદાજીત ભાવથી 18 ટકા આપી 25 કરોડના ખર્ચે આ બ્રિજ બનશે. બ્રિજના ડિઝાઇનનું પ્રુફ ચેકિંગ અને માર્ગ અને મકાન વિભાગના ડિઝાઇન સર્કલની પણ ચુકવણી કરવામાં આવશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતા જોધપુર વોર્ડમાં વોર્ડ ઓફિસની બાજુમાં આવેલા પ્લોટમાં 5 કરોડના ખર્ચે એસી લાયબ્રેરી અને જિમ બનાવવામાં આવશે. ઉપરાંત ઉત્તર ઝોનમાં આવતાં નરોડા વોર્ડમાં પણ નવી ફૂટપાથ અને સેન્ટ્રલ વર્જ 75 કરોડના ખર્ચે બનવાવવામાં આવશે. પશ્ચિમ ઝોનમાં આવતા નવવાડજ વોર્ડમાં સ્થાનિક કાઉન્સિલર, ધારાસભ્ય અને અન્યો બજેટમાંથી જુદા જુદા સ્લમ વિસ્તારમાં આવેલી ચાલીઓ, સોસાયટી અને અન્ય વિસ્તારોમાં પેવરબ્લોક 32.62 કરોડના ખર્ચે નાખવામાં આવશે..

Download Our B K News Today App



Related News