બાલવાના અંબિકાધામ ખાતે અંબાજી માતાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-28 12:51:43
  • Views : 540
  • Modified Date : 2019-11-28 12:51:43

આવા ઘોર કળિયુગમાં પણ પોતાના સાચા ભક્તોની વ્હારે આવનાર જગત જનનીમાં અંબાજીની દિવ્ય વિરાટ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું બાલવા ખાતે ભવ્યાતિભવ્ય આયોજન  કરવામાં આવ્યું છે.ગાંધીનગર જિલ્લાના બાલવામાં આવેલ ત્રિલોકનાથ વાત્સલ્ય વાટીકા અંબિકા ધામ ખાતે જગતજનની માં અંબાજીની દિવ્ય વિરાટ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરાયું છે તથા અ.ભા. સંત સમિતીના રાષ્ટ્રીય અધ્યક્ષ કેવલજ્ઞાન પીઠાધીશ્વર આચાર્ય અવિચલદાસજી મહારાજના અધ્યક્ષસ્થાને ભારત વર્ષના ગણમાન્ય પૂજ્ય સંતોની પાવન ઉપસ્થિતિમાં તારીખ ૨/૧૨/૨૦૧૯ ના શુભ દિવસે વિરાટ ધર્મ સંમેલનનું ભવ્ય તથા દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વિરાટ ધર્મ સંમેલનમાં પરમ પૂજ્ય આચાર્ય અવિચલદાસજી મહારાજ (અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતી, કેવલ જ્ઞાનપીઠ ગુરૂગાદી સારસાપુરી), નિર્મલ પીઠાધીશ્વર જ્ઞાનદેવ સિંહજી મહારાજ- હરિદ્વાર, ભાનુ પીઠાધીશ્વર શંકરાચાર્ય જગતગુરુ જ્ઞાનાનંદજી તીર્થજી મહારાજ, પદ્મનાભ પીઠાધીશ્વર બ્રહ્મેશાનંદજી મહારાજ- ગોવા, મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુ ભવનાથ- જુનાગઢ, મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિર- અમદાવાદ  તેમજ અનેક સંતો પધારશે. આ મૂર્તિ પ્રતિષ્ઠામાં નિતીનભાઇ પટેલ (નાયબ મુખ્યમંત્રી), પુરૂષોત્તમભાઈ રૂપાલા (કેન્દ્રીય, કૃષિ મંત્રી), દિલીપભાઈ સંઘાણી (માજી કૃષિ, સહકાર, કાયદા મંત્રી), પરેશભાઈ ધાનાણી (વિરોધ પક્ષના નેતા, ગુજરાત) અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ વિરાટ ધર્મ સંમેલનમાં પધારવા પરમવિદુષી બાલયોગીની પ. પૂ. સાધ્વી ગીતાદીદીએ સર્વેને આમંત્રણ પાઠવ્યું છે.



Download Our B K News Today App



Related News