આદ્યશક્તિ અંબાજી માતાનો ર૦ મો પોટોત્સવ યોજાઈ ગયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-17 13:58:20
  • Views : 441
  • Modified Date : 2019-05-17 13:58:20

ગાંધીનગર ખાતે આવેલ શિવમ ધાર્મિક સેવા ટ્રસ્ટ દ્વારા આદ્યશક્તિ  અંબાજી માતાનો ર૦ મો પાટોત્સવ યોજાઈ ગયો. જે પાટોત્સવ નિમિત્તે મંગળવારના રોજ સાંજે પઃ૩૦ કલાકે શોભાયાત્રા કરવામાં આવી.  તેમજ રાત્રે ૭ઃ૦૦ કલાકે રાસ ગરબાનું આયોજન કરાયું હતું. આમ પાટોત્સવના બીજા દિવસે બુધવારના રોજ સવારે ૭ઃ૦૦ કલાકે નવચંઢી યજ્ઞનો પ્રારંભ કરાયો હતો. જે નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ  સાંજે પઃ૩૦ કલાકે કરવામાં આવી હતી.  ત્યારબાદ સાંજના ૬ઃ૦૦ કલાકે ભોજનપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.  આમ માતાજીના પોટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞના યજમાન તરીકે રાવલ કમલેશ (રામજીભાઈ) પંકજભાઈ હતા. તેમજ પાટોત્સવના મુખ્ય દાતા તરીકે નાઝાભાઈ ઘાંઘર (ડે.મેયર, મહાનગરપાલિકા, ગાંધીનગર), જશવંતસિંહ ભૂરસિંહ ચાવડા (શહેર મંત્રી, રાજપૂત સમાજ, ગાંધીનગર), રમાબેન જયંતિભાઈ પટેલ (સામાજિક કાર્યકર, ગાંધીનગર) સહિતના લોકો હતા.


Download Our B K News Today App



Related News