અંબાજી અને હડાદના બજારો ખુલ્લા રહ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-02-17 09:00:04
  • Views : 469
  • Modified Date : 2019-02-17 09:00:04

(પ્રતિનિધિ)    અંબાજી
૧૪ ફેબ્રુઆરના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામા મા થયેલા આતંકવાદી હુમલામા શહીદ થયેલા ૪૪ સીઆરપીએફના જવાનોના મોત બદલ આખો દેશ જ્યારે ગુસ્સામાં છે. ત્યારે આખા દેશમાં વિવિધ લોકો દ્વારા શહીદોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. લોકો મૌન પાળી, કેન્ડલ માર્ચ યોજી પોતાની દિલસોજી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે શનિવારે અંબાજી  મંદિરની કોલેજમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અંબાજી કોટેજ હોસ્પિટલમાં પણ મૌન પાળી શ્રદ્ધાંજલિ  આપવામાં આવી હતી. અંબાજી બસ સ્ટેન્ડથી મંદિરના મુખ્યદ્વાર સુધીના સર્વિસ રોડના લારીવાળાઓએ પણ પોતાનો રોજગાર બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ તરફ ગબ્બરના વેપારીઓએ પણ પોતાના વેપાર બંધ રાખી મુખ્ય દ્વાર આગળ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દાંતા બાર એસોસિયેશનના વકીલો દ્વારા પણ પુલવામાં ઘટનાનો ઉગ્ર વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. અને પાકિસ્તાનીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ સિવાય શહીદોની આત્માને શાંતી મળે તે માટે ગબ્બર માતાજીના ઝૂલા પર ૫૧ શક્તિપીઠના પુજારીઓ દ્વારા મહા મૃત્યુંજયના જાપ કરવામાં આવ્યા હતા.
યાત્રાધામ અંબાજીમાં બજારો સંપૂર્ણ ખુલ્લા જોવા મળ્યા હતા. પણ ગામના દરેક નાગરીકે શહીદ જવાનો પ્રત્યે લાગણી દર્શાવી હતી.  અને આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની ઉગ્ર માંગ કરી છે.

Download Our B K News Today App



Related News