અંબાજી દર્શન કરી પરત ફરતી વખતે ખાનગી બસે મારી પલટી, એકનું મોત, 65ને ઇજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-24 15:47:29
  • Views : 457
  • Modified Date : 2019-08-24 15:58:23

અંબાજીનાં દાંતા પાસે આંબાઘાઠામાં મોડી રાત્રીએ ખાનગી ટ્રાવેલ્સની બસે પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3ને ગંભીર અને અન્ય 42 મુસાફરોને નાનીમોટી ઇજાઓ પહોંચી હતી. ત્યારે આ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યુ છે. ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર અર્થે સતલાસણા હોસ્પિટલ ખસેડાયા હતાપ્રાપ્ત માહિતી અનુસાર, લકઝરી બસમાં 65 સિનીયર સિટીઝન સવાર હતા. જે તમામને ઇજાઓ પહોંચી હતી. તો આ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બસમાં બેઠેલા મુસાફરો મહેસાણા આસપાસના છે. અંબાજી માતાના દર્શન કરી મોડી રાત્રે પરત ફરતા હતા ત્યારે આ ઘટના બની હતી. અકસ્માતની જાણ થતા સતલાસણા અને દાંતા પોલીસ તેમજ 108 ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

.

Download Our B K News Today App



Related News