અંબાજી મુકામે રાજ્ય આચાર્ય સંઘનું શૈક્ષણિક અધિવેશન યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-08 18:10:21
  • Views : 428
  • Modified Date : 2020-02-08 18:10:21

અંબાજી મુકામે રાજ્ય આચાર્ય સંઘનું શૈક્ષણિક અધિવેશન યોજાયું

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર તથા વૈધાનિક અને સંસદિય બાબતો વિભાગના મંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમાની ઉપસ્થિતીમાં રાજ્ય આચાર્ય સંઘનું ૫૦ મું સ્વર્ણિમ  શૈક્ષણિક અને વહિવટી  અધિવેશન યોજાયું હતું. આ પ્રસંગે મંત્રીએ રાજ્ય આચાર્ય સંઘને અભિનંદન અને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આમુલ પરિવર્તન આવ્યુ છે.  છેવાડાના અને આંતરિયાળ વિસ્તારો સહિત ઠેર-ઠેર શિક્ષણની વ્યાપક સૂવિધાઓ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે, શાળાઓમાં પુરતી સંખ્યામાં શિક્ષકો અને આચાર્યશ્રીઓની ભરતી કરવામાં આવી છે તેમજ જરૂરી તમામ સૂવિધાઓ ઉપલબ્ધ બનાવીને  શાળાઓને સૂવિધા-સજ્જ બનાવવામાં આવી છે. પરિણામદાયી પ્રયાસો વડે આગામી વર્ષમાં ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશમાં નંબર વન બનાવવા મંત્રીએ ભાર-પૂર્વક અનુરોધ કરતા ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતુ.  શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, શિક્ષણ, સંસ્કારો અને જ્ઞાનની વાત ઘેર-ઘેર અને જન-જન સુઘી પહોંચાડવાનું પવિત્ર કાર્ય શિક્ષકો અને આચાર્યો કરે છે. વિધાર્થીઓ શિક્ષકો અને આચાર્યો પાસેથી પ્રેરણા મેળવી અનુસરણ કરે છે., તેથી પોતાના શ્રેષ્ઠ આચરણ વડે સમૃધ્ધ અને સુખી સમાજના યશભાગી બનવા  આચાર્યોને તેમણે અનુરોધ કર્યો હતો. મંત્રીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓને પોતાના શિક્ષકો-આચાર્ય ઉપર અપાર ભરોસો હોવાથી તેમની સાથે હકારાત્મક અને વાત્સલ્યસભર અભિગમ કેળવી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધારી કાળજીપૂર્વક માર્ગદર્શન આપીએ. મંત્રી ચુડાસમાએ કહ્યું કે, વિદ્યાર્થીઓમાં કઇક કરી છુટવાની અપાર ચાહના, ખંત અને ઉત્સાહ હોય છે ત્યારે વિદ્યાર્થીઓમાં છુપાયેલી શક્તિઓ બહાર લાવીને ઉજ્જવળ અને સુખમય કારકિર્દી બનાવે તે માટે મદદરૂપ બનીએ.   મંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમાએ જણાવ્યું કે, બોર્ડની પરિક્ષા આપતા દરેક વિદ્યાર્થી 




Download Our B K News Today App



Related News