અમરનાથ યાત્રા રોકવાના એક દિવસ પછી જ કિશ્તવાડની માછિલ યાત્રા પણ સ્થગિત કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-03 16:39:53
  • Views : 498
  • Modified Date : 2019-08-03 16:39:53

જમ્મૂ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં 43 દિવસ લાંબી ચાલનારી માછિલ માતા યાત્રા પણ શનિવારે સ્થગિત કરી દેવામાં આવી હતી. અધિકારીઓએ તેના માટે સુરક્ષાનું કારણ આપ્યું છે. અધિકારીઓએ લોકોને યાત્રામાં નિકળી ગયેલા પ્રવાસીઓને પાછા ફરવાની તૈયારી કરવા જણાવ્યું છે. શુક્રવારે અમરનાથ યાત્રાના માર્ગ પર પાકિસ્તાનમાં બનેલા લેન્ડમાઇન અને અમેરિકન સ્નાઇપર ગન મળ્યા બાદ યાત્રાને રોકી દેવામાં આવી હતી.કિશ્તવાડના ડેપ્યુટી કમિશ્નર અંગરેજ સિંહ રાણાએ ન્યૂઝ એજન્સીને કહ્યું, - સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખીને યાત્રાને તાત્કાલિક પ્રભાવથી સ્થગિત કરવામાં આવી છે. આ યાત્રા 25 જુલાઇના શરુ થઇ હતી. તે 5 સપ્ટેમ્બરના સમાપ્ત થાય છે.દેશભરના લોકો યાત્રામાં પહોંચે છેદેશમાંથી હજારો લોકો આ યાત્રામાં સામેલ થવા માટે ઘાટીમાં પહોંચે છે. આ સ્થાન બ્લૂ ખાણો માટે પણ પ્રસિદ્ધ છે. આ તીર્થયાત્રા પૂર્ણ કરવા માટે ભાવિકો 30 કિલોમીટરનો લાંબો રસ્તો પસાર કરે છે. મા દૂર્ગાની પૂજા માટે કિશ્તવાડના માછિલ ગામમાં લોકો પહોંચે છે.એક દાયકા પહેલા આતંકમુક્ત ઘોષતિ થયું હતું કિશ્તવાડકિશ્તવાડને એક દાયકા પહેલાજ આતંકમુક્ત ઘોષિત કરવામાં આવ્યું છે. ગત વર્ષે નવેમ્બરમાં અહીં ભાજપના પ્રદેશ સચિવ અનિલ પરિહાર અને તેમના ભાઇ અજીત પરિહારની હત્યા બાદ આ વિસ્તારમાં દહેશતનો માહોલ બની ગયો હતો. એપ્રિલમાં થયેલી અન્ય ઘટનામાં આરએસએસના નેતા ચંદ્રકાંત શર્મા અને તેમના સુરક્ષાકર્મીની હત્યા કરવામાં આવી હતી.સરકારે અમરનાથ યાત્રીઓને પાછા ફરવાનું કહ્યુંઆ પહેલા કેન્દ્ર સરકારે ઘાટીમાં હુમલાના ઇનપુટને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને ત્યાંથી તાત્કાલિક પાછા ફરવાની અપીલ કરી હતી. જોકે યાત્રા પહેલા પણ આતંકી ખતરાને ધ્યાનમાં રાખીને પૂર્ણ થતી હોય છે. જો કે આ વખતે લેન્ડમાઇન અને સ્નાઇપર ગન મળવાથી તણાવ વધ્યો છે.

Download Our B K News Today App



Related News