અલ્પેશ ઠાકોરના ભાજપમાં જવાથી ઠાકોર સમાજને ફાયદો થશે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-18 16:32:21
  • Views : 515
  • Modified Date : 2019-07-18 16:48:37

અલ્પેશને તેની સત્તા ઘેલછા અને અતિ મહત્વકાંક્ષાએ પક્ષપલટો કરવા મજબૂર કર્યોવ્યસન મુક્તિના અભિયાનમાં નીકળેલાં અલ્પેશ ઠાકોરને ઠાકોર સમાજે નેતા તો બનાવી દીધો પણ તેની અલ્પેશની સત્તા ઘેલછા તેને સ્થિર નથી રહેવા દેતી. કોંગ્રેસમાં પણ અતિ મહત્વકાંક્ષાનાં કારણે કેટલીય વખત નારાજગીના નાટકો કર્યા અને કોંગ્રેસે ગમે તેટલાં ઉચ્ચ હોદ્દા આપ્યા તો ય સંતોષ થયો નહિં. જો કે ભાજપમાં આવીને અલ્પેશને મંત્રી બનવું હતું પરંતુ ચાણક્ય અમિત શાહે આ સપનાં પર પાણી ફેરવી નાખ્યું અને માત્ર કાર્યકર તરીકે ભાજપમાં લીધા.  અલ્પેશનું ભાજપમાં જોડાવાથી ઠાકોર સમાજને કોઈ મોટો ફાયદો નથીઉતર ગુજરાતની રાજનીતિમાં પ્રભુત્વ ધરાવતો ઠાકોર સમાજ છેલ્લાં ચાર વર્ષથી અલ્પેશ સાથે નાચી રહ્યો છે. પરંતુ અલ્પેશનું સતાધારી પક્ષ ભાજપમાં આવવાથી ઠાકોર સમાજને કોઈ મોટો ફાયદો થવાનો નથી માત્ર અલ્પેશ પોતાનું રાજનૈતિક ગણિતનો જ ફાયદો ઉઠાવી શકશે. ઠાકોર સમાજના વણઉકેલાયા દારૂની બદીના પ્રશ્નમાં પણ સરકારનું કોઈ સ્પષ્ટ વલણ નથી. જુગલજીને રાજ્યસભામાં મોકલી શાહે અલ્પેશનું કદ તેના સમાજમાં વેતર્યુંભાજપના 'ચાણક્ય' અમિત શાહે રાજ્યસભામાં ઠાકોર સમાજના યુવા નેતા જુગલજી ઠાકોરને જીતાડી અલ્પેશનું કદ ઠાકોરોમાં વેતર્યું છે. દુશ્મને પોતાના પક્ષમાં લઈ વધુ નબળો કરવાની રાજનીતિમાં નિપુણ શાહે કોંગ્રેસ સાથે સાથે અલ્પેશને પણ વેતરી નાખ્યો છે. હવે ઉતર ગુજરાત ઠાકોર સમાજની રાજનીતિમાં ભાજપમાં બે મોટા નેતાઓ થયાં. જુગલજી ઠાકોર અને અલ્પેશ ઠાકોર. અલ્પેશનો હંમેશા ઝભ્ભો પકડનાર ગેનીબેને પણ કહ્યું ભાજપમાં જોડાવાનું હવે મોડું થઈ ગયુંઅલ્પેશ ઠાકોરની કોંગ્રેસના ધારાસભ્ય તરીકેની યાત્રામાં અને ઠાકોર સમાજની નેતાગીરીમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો ખૂબ મોટો ફાળો છે. ગેનીબેને અલ્પેશ ઠાકોરના ભાજપ જોડણ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે હવે મોડું થઈ ગયું છે. હાલમાં કોઈ ચૂંટણી છે નહિં એટલે ભાજપમાં અલ્પેશને કોઈ હોદ્દો પણ નહિં આપે.          

Download Our B K News Today App



Related News