અલ્પેશ ઠાકોરમાં તાકાત હોય તો તે કોંગ્રેસ વિના ચૂંટણી લડી જીતી બતાવે. જાણો કોને કહ્યું આવું...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-27 20:55:43
  • Views : 1086
  • Modified Date : 2019-06-27 20:55:43

અલ્પેશ ઠાકોરના સોગંધનામાં અંગે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું છે જેમા તેમણે રાધનપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા એવા અલ્પેશ ઠાકોર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે સાફ શબ્દોમાં જણાવી દીધુ છે કે, અલ્પેશ ઠાકોરમાં તાકાત હોય તો તે કોંગ્રેસ વિના જ ચૂંટણી લડી જીતી બતાવે.

કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારનું નિવેદન આપતા કહ્યું કે, અલ્પેશ ઠાકોર કન્ફ્યુઝ છે અને હાલમાં અલ્પેશના નાટકનો આ ઇન્ટરવલ છે. અલ્પેશે કોંગ્રેસનાં તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે તો શામાટે ધારાસભ્ય પદ છોડતા નથી. રાજનેતા છો તો આવા હાથકંડા શુ કામ કરો છો? વધુમાં કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું કે, અલ્પેશમાં તાકાત હોય તો ફરી ચૂંટાઈને આવે અને આજે નહીં તો કાલે તેનું સભ્યપદ જશે, બકરે કી માં કબ તક ખેર મનાયેગી.

તો ત્યાં જ આજે કોંગ્રેસ પક્ષ દ્વારા અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ ગેરલાયક ઠેરવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી હાથધરાતા આજે ગુરુવારે અલ્પેશ ઠાકોર હાઇકોર્ટમાં હાજર રહ્યા હતા. અને પોતાનું સોગંધનામું કર્યું હતું. અલ્પેશ ઠાકોર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પોતાનું સોગંદનામુ રજૂ કર્યું હતું. આ મામલે અલ્પેશ ઠાકોરે પોતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ન હોવાનું ચોંકાવનારું સોંગદનામું રજૂ કર્યું હતું. આમ અલ્પેશ ઠાકોરે પોતાના રાજીનામા અંગે ગુજરાત HCમાં મોટો ધડાકો કર્યો હતો. આ મામલે વધુ સૂનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. જોકે અલ્પેશ ઠાકોરે પોતાના સોગંધનામામાં કોગ્રેસમાથી રાજીનામું નહી આપવાની વાત કહીને ભાજપમાં જોડાવાની ચર્ચાનો અંત લાવી દીધો છે.

Download Our B K News Today App



Related News